June 27, 2024

સુપર-8 પહેલા રોહિત શર્મા શેનાથી ડરતો હતો? વીડિયો આવ્યો સામે

IND vs AFG: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ 2024 સુપર 8માં પહેલી મેચ પહેલ એક નિવેદન આપ્યું છે. જેમાં રોહિતે કહ્યું કે ભારતીય ટીમ સુપર-8 તબક્કામાં કંઈક ખાસ કરવા માંગે છે. રોહિત કહ્યું કે તે સર્વશ્રેષ્ઠ આપવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે.

તૈયારીનો વીડિયો કર્યો શેર
સુપર-8માં ભારતીય ટીમની પ્રથમ મેચ 20 જૂનના અફઘાનિસ્તાન સામે રમાશે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ સુપર-8માં પોતાની તૈયારીઓને લઈને પોતાનો વિચાર વ્યક્ત કરતા જોવા મળ્યો હતો. BCCIએ તેના X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા કહી રહ્યા છે કે અમારા તમામ ખેલાડીઓમાં ઉત્સાહ છે. દરેક ખેલાડી તેનું 100 ટકા આપવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

આ પણ વાંચો: T20I ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝે કરી બતાવ્યું આ મોટું કામ…

પરિસ્થિતિથી વાકેફ
રોહિત શર્માએ વધુમાં કહ્યું કે આગામી દિવસોમાં મેચ છે. જે થોડી મુશ્કેલ હોય શકે છે પરંતુ અમે ચોક્કસ જાણીએ છીએ કે અમારે કેવી રીતે સામનો કરવો. રોહિતે કહ્યું કે અમે આ મેદાન પર ઘણી મેચ રમી છે, તેથી અમારા ખેલાડીઓ અહીંની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. ભારતીય ટીમના T20 વર્લ્ડ કપ સુપર-8નું સંપૂર્ણ શેડ્યૂલની વાત કરવામાં આવે તો જૂન 20- અફઘાનિસ્તાન વિ ભારત (રાત્રે 8 વાગ્યે), 22 જૂન- ભારત વિ બાંગ્લાદેશ (રાત્રે 8 વાગ્યે), જૂન 24- ઓસ્ટ્રેલિયા વિ ભારત (રાત્રે 8 વાગ્યે)ના છે.