વઢવાણ નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ, 3.10 કરોડનો મુદ્દામાલ સીઝ

સુરેન્દ્રનગર: વઢવાણ નાયબ કલેક્ટર અને મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી છે. ખનીજ ચોરીની ફરિયાદ ઉઠતાં સરકારી તંત્રના અધિકારીઓએ આકસ્મિક ચેકિંગ કરી કાર્યવાહી હાથ ધરી છે. વઢવાણ તથા લખતર તાલુકામાંથી ઓવરલોડ અને ગેરકાયદેસર ખનીજ વાહન કરતા 8 ડમ્પર ઝડપાયા છે.
જુદા જુદા હાઇવે રસ્તાઓને જોડતા રોડ પર ચેકિંગ દરમિયાન 3.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો છે. જવાબદાર ઈસમો સામે સરકારી તંત્રના અધિકારીઓએ કાયદેસરની તપાસ હાથ ધરી છે. સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના ચેકિંગ કરવામાં આવ્યા બાદ ગેરરીતિ સામે આવી હતી.