January 21, 2025

ખેડા અમદાવાદ રોડ પર થઈ 1 કરોડની લૂંટ, બેંકમાંથી રૂપિયા લઈને આવતા સમયે ઈસમ લૂંટાયો

Crime News: ખેડા અમદાવાદ રોડ પર બની 1 કરોડની લૂંટની ઘટના સામે આવી છે. વડાલા પાટીયા પાસે બ્રિજ ઉપર આ લૂંટની ઘટના બની છે. નડિયાદની ખાનગી બેંકમાંથી રૂપિયા લઈને ઈસમ જઈ રહ્યો હતો તે સમયે લૂંટાયો હતો.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં પરત ફરવા માટે મોહમ્મદ શમીએ આ મનપસંદ વસ્તુને છોડી દીધી!

6:30 વાગ્યાની આસપાસ ઘટના બની
એક કરોડ લઈ અમદાવાદ જઈ રહેલો ઈસમ લૂંટાયો છે. રિક્ષામાં આટલી મોટી રોકડ રકમ લઈ જવાઈ રહી હતી. અમદાવાદના વેપારી દ્વારા નડિયાદ બેંકમાંથી રોકડ રકમ ઉપાડી લઈ જવાઈ રહી હતી. આ સમયે હાઈ વે પર આ બનાવ બન્યો હતો. અમદાવાદના અનાજ કરિયાણાના વેપારીઓને રૂપિયા આપવાના હતા. સોમવારે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઘટના બની હતી.