October 10, 2024

સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ, સગીરાને કસુવાવડ થતા સમગ્ર ઘટના બહાર આવી

Surat Rape Case: રાજ્યમાં દુષ્કર્મના બનાવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં ખાસ કરીને મહાનગરોમાં આવા બનાવો વધી રહ્યા છે. સુરત જિલ્લામાં વધુ એક દુષ્કર્મની ઘટના બની છે. આ સગીરા માત્ર 14 વર્ષની હતી. આવો જાણીએ સમગ્ર ઘટના વિશે.

સગીરા સાથે દુષ્કર્મ
સુરતમાં આવેલા માંડવી તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે બનાવ બન્યો હતો. અરબાઝ સીરાજ પઠાણ નામના યુવકે સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. સીરાજ પઠાણ રીક્ષા ચાલક છે. સગીરાને પટાવી ફોસલાવી પ્રેમ સંબંધબાંધી દુષ્કર્મ આચરતો હતો. સગીરા ગર્ભવતી થતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ગર્ભવતી થયા બાદ સગીરાને કસુવાવડ થઈ હતી. ગત માર્ચ માસથી સગીરાની મરજી વિરુદ્ધ ચાર થી પાંચ વાર દુષ્કર્મ આચર્યું હતું રીક્ષામાં બેસાડી સુમસામ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચરતો હતો.

આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

બસમાં મહિલા સાથે દુષ્કર્મ
લાઠીથી મહિલા સુરત આવવા માટે મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં બેઠી હતી. ત્યારે બસના ડ્રાઇવરે મહિલાને દીકરાને મારી નાંખવાની ધમકી આપી ચાલુ બસમાં મહિલા સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. મહિલા સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે. તે સાત વર્ષના પુત્ર સાથે લાઠીથી સુરત આવવા માટે નીકળી હતી. ત્યારે રસ્તામાં આ ઘટના બની હતી. હાલ મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.