સમૃદ્ધ રાજ્ય ગુજરાતમાં 6 લાખ 10 હજાર 292 બાળકો કુપોષિત
એકતરફ સમૃદ્ધ ગુજરાતનું નામ દેશ વિદેશમાં ચર્ચાઇ રહ્યું છે તો બીજી તરફ વિધાનસભામાં આજે સરકારે રાજ્યના કુપોષિત બાળકોના આંકડા રજૂ કર્યા હતા. ગૃહમાં રજૂ થયેલા આંકડા મુજબ, ગુજરાતમાં 6 લાખ 10 હજાર 292 બાળકો કુપોષિત છે. જેમાં 1 લાખ 31 હજાર 419 બાળકો અતિકૂપોષિત હોવાનું સરકારે કહ્યું હતું. ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્ય સરકારે આ આંકડા ગૃહમાં રજૂ કર્યા હતા.
સૌથી વધુ કુપોષિત બાળકો દાહોદમાં
વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્ય સરકારે કુપોષિત બાળકોના આંકડા જાહેર કર્યા હતા. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગૃહમાં લેખિત જવાબ આપ્યો હતો. રાજ્યમના 33 જિલ્લામાંથી 29 જિલ્લાના 5,28,653 બાળકો કુપોષિત હોવાનું સરકારે ગૃહમાં કબૂલ્યું હતું, જેમાંથી 1,18,104 બાળકો અતિ ઓછા વજનવાળા હોવાનું સામે આવ્યું છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે, 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે. જેમાં 9 લાખ 7 હજાર 840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે, તો 4 જિલ્લા એવા પણ છે જેમાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ચાર જિલ્લામાં કુપોષણના 16 હજાર 69 બાળકો વધ્યા છે. સૌથી વધુ કુપોષિત બાળકો 51 હજાર 321 દાહોદમાં નોંધાયા છે, તો નવસારીમાં સૌથી ઓછા 1 હજાર 548 કુપોષિત બાળકો નોંધાયા છે. સમૃદ્ધ જિલ્લાઓમાંનો એક અમદાવાદ જિલ્લામાં 3 હજાર 516 કુપોષિત બાળકોનો વધારો નોંધાયો છે. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલા આંકડાઓમાં નવસારીના આંકડાઓમાં વિસંગતતા જોવા મળી હતી. કુલ 1548 સામે 5489 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યાનું લેખિતમાં અપાતા ચર્ચાનો વિષય બન્યો હતો.
આ પણ વાંચો : Gujarat : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગમાં આટલા કરોડ વપરાયા જ નહી !
જિલ્લા દીઠ કુપોષિત બાળકોની સંખ્યા
- બનાસકાંઠામાં 48,866 કુપોષિત પૈકી 12,256 બાળકો અતિકુપોષિત
- દાહોદમાં 51,321 કુપોષિત પૈકી 11,259 બાળકો અતિકુપોષિત
- અરવલ્લીમાં 15,392 કુપોષિત પૈકી 3863 બાળકો અતિકુપોષિત
- સાબરકાંઠામાં 25,160 કુપોષિત પૈકી 6645 બાળકો અતિકુપોષિત
- પંચમહાલમાં 31,512 કુપોષિત પૈકી 8152 બાળકો અતિકુપોષિત
- મહીસાગરમાં 13,160 કુપોષિત પૈકી 3163 બાળકો અતિકુપોષિત
- અમદાવાદમાં 56,941 કુપોષિત પૈકી 13,277 બાળકો અતિકુપોષિત
- બોટાદમાં 6038 કુપોષિત પૈકી 1512 બાળકો અતિકુપોષિત
- ગીર સોમનાથમાં 10,907 કુપોષિત પૈકી 2839 બાળકો અતિકુપોષિત
- અમરેલીમાં 10,425 કુપોષિત પૈકી 2414 બાળકો અતિકુપોષિત
- જૂનાગઢમાં 7748 કુપોષિત પૈકી 1582 બાળકો અતિકુપોષિત
- ભાવનગરમાં 26,188 કુપોષિત પૈકી 6156 બાળકો અતિકુપોષિત
- ગાંધીનગરમાં 14,626 કુપોષિત પૈકી 3115 બાળકો અતિકુપોષિત
- પાટણમાં 11,188 કુપોષિત પૈકી 2057 બાળકો અતિકુપોષીત
- કચ્છમાં 12,846 કુપોષિત પૈકી 3145 બાળકો અતિકુપોષીત
- આણંદમાં 19,586 કુપોષિત પૈકી 3939 બાળકો અતિકુપોષીત
- સુરેન્દ્રનગરમાં 17,125 કુપોષિત પૈકી 4144 બાળકો અતિકુપોષીત
- ભરૂચમાં 19,391 કુપોષિત પૈકી 5012 બાળકો અતિકુપોષીત
- વડોદરામાં 20,545 કુપોષિત પૈકી 4123 બાળકો અતિકુપોષીત
- તાપીમાં 8339 કુપોષિત પૈકી 1593 બાળકો અતિકુપોષીત
- પોરબંદરમાં 1734 કુપોષિત પૈકી 341 બાળકો અતિકુપોષીત
- દેવભૂમિ દ્વારકામાં 5005 કુપોષિત પૈકી 1119 બાળકો અતિકુપોષીત
- જામનગરમાં 9035 કુપોષિત પૈકી 1681 બાળકો અતિકુપોષીત
- મોરબીમાં 4920 કુપોષિત પૈકી 875 બાળકો અતિકુપોષીત
- ખેડામાં 28,800 કુપોષિત પૈકી 6845 બાળકો અતિકુપોષીત
- નર્મદામાં 13,997 કુપોષિત પૈકી 3179 બાળકો અતિકુપોષીત
- નવસારીમાં 1548 કુપોષિત પૈકી 354 બાળકો અતિકુપોષીત
- વલસાડમાં 15,802 કુપોષિત પૈકી 2773 બાળકો અતિકુપોષીત
- રાજકોટમાં 55,573 કુપોષિત પૈકી 3156 બાળકો અતિકુપોષીત
- સુરતમાં 26,682 કુપોષિત પૈકી 5166 બાળકો અતિકુપોષીત
- છોટાઉદેપુરમાં 19,892 કુપોષિત પૈકી 5621 બાળકો અતિકુપોષીત