September 20, 2024

અમદાવાદ: ચૂંટણીમાં કોન્ટ્રાક્ટના બહાને યુવકે 75 જેટલી ગાડીઓ ભાડે લઈ ગીરવે મૂકી દીધી

મિહિર સોની, અમદાવાદ: ફોર વ્હીલર ગાડીઓ ભાડે મૂકી ગીરવે મૂકવાના કૌભાંડ કેસમાં મુખ્ય આરોપીની કરી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં 75 જેટલી ગાડીઓ ભાડે લઈ ગીરવે મુકાઈ હોવાની તપાસમાં સામે આવ્યું છે. જેમાં પોલીસે 35 ગાડીઓ કબજે કરી કૌભાંડનાં મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. જેમાં સરકારી કર્મચારી કે અન્ય કોની-કોની સંડોવણી છે તેની તપાસ હાથ ધરાઇ છે.

લોકસભાની ચૂંટણીના બહાના હેઠળ ગાડી ભાડે મેળવી ગીરવે મૂકી દેનાર પ્રિન્સ મિસ્ત્રીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. માસિક 25થી 36 હજારના ભાડામાં ગાડીઓ મેળવી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્ માં ગાડીઓ ગીરવે મૂકીને તેજ રૂપિયાથી ગાડી માલિકેને ભાડું ચૂકવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પ્રિન્સએ 76 જેટલી ગાડીઓ ભાડે મેળવી અલગ-અલગ જગ્યાએ ગીરવે મૂકી હતી. જે ફરિયાદના આધારે પોલીસે 35 ગાડીઓ કબજે કરી અન્ય ગાડીઓની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો: ન્યૂયોર્કના રોચેસ્ટર પાર્કમાં અંધાધૂંધ ગોળીબાર, 1 વ્યક્તિનું મોત 6 ઈજાગ્રસ્ત

ક્રાઇમ બ્રાન્ચે કબજે કરેલા 35 ફોર વ્હીલર અલગ-અલગ ફાઇનાન્સરને ત્યાં ગીરવે મૂકવામાં આવ્યા હતા. જેમાંથી સૌથી વધુ ફોર વ્હીલર વિસનગર પાસે આવેલ ભાલક ગામમાંથી મળી આવી છે. સાથે જ જ્યારે પહેલી વખત પોલીસ ભાલક તપાસમાં પહોંચી ત્યારે ઇમરાન નામના એક વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. જે અંગે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસ કરી રહી છે. સાથે જ કબજે લીધેલા તમામ ફોર વ્હીલર કોઈ ગુનામાં વપરાયેલ છે કે કેમ તેની તપાસ માટે FSLની મદદ લીધી છે. તો બીજી તરફ પકડાયેલ આરોપી પ્રિન્સની પૂછપરછ કરતા 7થી 8 લાખ રૂપિયાનું દેવું થઈ જતાં ગાડીઓ ગીરવે મૂકીને રૂપિયા મેળવતો હોવાનું સામે આવ્યું છે ત્યારે બીજી બાજુ તમામ ફોર વ્હીલર ગાડીના માલિકને દર મહિને ભાડું ચૂકવતો હોવાનું કબૂલાત કરી રહ્યો છે.

ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ સામે આવ્યું કે પકડાયેલ આરોપી પ્રિન્સને ગાડીઓ ભાડે લેવાનો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો ન હતો પરંતુ લોકસભાની ચૂંટણીના બહાને વધુ ગાડીઓ ભાડે મળતી હતી. જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપી પ્રિન્સને એવો કોઈ કોન્ટ્રાક્ટ મળ્યો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે સાથે જ આરોપી એ કોઈ કોન્ટ્રાક્ટર સાથે જોડાયેલ છે કે કેમ તથા આ કૌભાડ માં અન્ય કોઈ પોલીસ કર્મચારી કે ખાનગી વ્યક્તિ ની સંડોવણી છે કે કેમ તેને અંગે તપાસ શરૂ કરાઈ છે.