ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોતનો મામલો, સમગ્ર ઘટના પર AMC દ્વારા કાર્યવાહી કરાશે
Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓના મોત બાદ રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ વચ્ચે હવે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગામના સભ્યો અને પરિવારજનોની ફરિયાદ AMCમાં સ્વીકારવામાં આવશે. નોંધનીય છે કે પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ઘટનામાં હાજર ગામના લોકોને લેખિતમાં રજૂઆત આપવામાં આવશે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બાદ તંત્ર એક્શન મોડમાં છે. ત્યારે આ ઘટનાને લઈને AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ગામના સભ્યો અને પરિવારજનોની ફરિયાદ AMCમાં સ્વીકારવામાં આવશે. નોંધનીય છે કે પ્રોપર ડોક્યુમેન્ટેશન લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ આ ઘટનામાં હાજર ગામના લોકોને લેખિતમાં રજૂઆત આપવામાં આવશે.
જોકે, AMC દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટને ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઘટનાને પગલે અગાઉ કોઈ કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ માહિતી લેવામાં આવશે. નિયમ એમ કે છે કોઈપણ વ્યક્તિનું ઓપરેશન થાય તેના સંબંધીને પૂછ્યા વિના ના કરી શકાય. મેનેજમેન્ટ ઓથોરિટી સાથે વાત કર્યા બાદ તમામ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ -ઋષિકેશ પટેલ
ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.