November 9, 2024

અમિપુર જૂથ અથડામણમાં ગ્રામ્ય પોલીસે કર્યો મોટો ખુલાસો, આ કારણે થયું હતું ઘર્ષણ

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના બાવળા નજીક આવેલ અમિપુર ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ કરી બે રાઉન્ડ ફાયરિંગ બનાવ બન્યો. જેમાં રસ્તો ક્રોસ કરવા અને સરપંચની ચૂંટણીની અદાવતમાં ઘર્ષણ થયું હોવાનો ખૂલસો થયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ક્રોસ ફરિયાદ કરી ડેપ્યુટી સરપંચ સહિત 20 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

બાવળાનું અમીપુરા ગામમાં બે રાઉન્ડ ફાયરિંગ થતાં સનસનાટી મચી છે. એક જ ગામના બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતા ઉગ્ર ઘર્ષણ થયું. ધટનાની વાત કર્યે તો અમીપુરા ગામમાં સરપંચની ચૂંટણી ને લઈ ને બે પક્ષો વચ્ચે મનભેદ ચાલતું હતું. આ દરમિયાન 28 જુલાઈ ની સાંજે સુરેશ પટેલ નામના વ્યક્તિ પોતાની ક્રેટા ગાડી લઈ ને નાનોદરા ગામ એ થી પરત અમીપુર ગામ આવી રહ્યા હતા ત્યારે ભૂપેન્દ્ર ઉર્ફે પપ્પુ કોળી પટેલ રસ્તા માં વચ્ચે ચાલતો હતો જેથી સુરેશ ભાઈ રોડ ક્રોસ કરવા ગાડીનો હોન માર્યો હતો. પરંતુ ભૂપેન્દ્ર રસ્તા પરથી દૂર ખસતો ન હતો.

સુરેશ ભાઈ એ પોતાના પરિવારજનો આ મુદ્દે વાત કરતા જ પરિવાર ના સભ્યો ભૂપેન્દ્ર ઘરે જઈ ને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને ભુપેન્દ્ર અને તેના પરિવારજનોએ સાથે બહાર થી માણસો બોલાવી ને ભેગા થઈ સુરેશ ભાઈ ઘરે જઈ ને હુમલો કર્યો. એટલું જ નહિ મહેશ સોલંકી નામના વ્યક્તિ એ બે રાઉન્ડ ફાયરિંગ કરી ને જીવલેણ હુમલો કર્યો હતો. આ ધટના બન્ને જૂથ વચ્ચે સામ સામે પાંચ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. કેરેલા જીઆઇડીસી પોલીસે રાયોટીંગ અને ફાયરિંગને લઈને બંને પક્ષ ની ક્રોસ ફરિયાદ દાખલ કરી 20 આરોપી ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપી માં વિજય સોલંકી અમીપુરા નો ડેપ્યુટી સરપંચ છે. તેની પાસે થી પિસ્તલ લઈ તેના મામા ના દીકરા મહેશ સોલંકી એ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ આરોપીઓ બહાર થી અસામાજિક તત્વોને બોલાવીને ગામમાં બોલાવીને આતંક મચાવ્યો હતો. જેમાં ડેપ્યુટી સરપંચ વિજય સોલંકી એ ટ્રેકટરની ટ્રોલી બેસીને સુરેશ ભાઈ ના ઘર પાસે પાર્ક કરેલા વાહનો ને ટક્કર મારી તોડફોડ કરી હતી. જે સમગ્ર વિડ્યો સામે આવ્યા છે.

આ ઉપરાંત આરોપી ઓ લાકડીઓ , ધારિયા ,પાઇપો અને તલવારથી તોડફોડ કરી હતી. આરોપી વિજય ને શોભના બેન અને આશા બેન નામની બે મહિલા સમજવા જતા કચડી નાખવાના ઇરાદે વિજય સોલંકી એ ટ્રેક્ટર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના થી સમગ્ર ગામમાં તંગદિલી ફેલાઈ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા આવ્યો છે. કેરેલા જીઆઇડીસી પોલીસ એ સુરેશ પટેલની ફરિયાદ લઈ ને આર્મ્સ એક્ટ અને રાયોટિંગ નાં ગુનાં હેથલ 23 આરોપી સહિત 10 અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે જ્યારે બીજા પક્ષ ડેપ્યુટી સરપંચ વિજય સોલંકી ની ફરિયાદ લઈ ને 6 વ્યક્તિ વિરુદ્ધ રાયોટિંગ ની ક્રોસ ફરિયાદ નોંધી છે.

પોલીસે બંને પક્ષ નાં 20 આરોપી ની ધરપકડ કરી છે. તેઓની પૂછપરછ માં રસ્તો ક્રોસ કરવાનો સામાન્ય મુદ્દો હતો પરંતુ ઝઘડો તો સરપંચની ચૂંટણી નો હોવાનું ખુલ્યું છે જેથી પોલીસે ધટનાની ગંભીરતા ને લઈ ને આરોપી ને અન્ય પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે જ્યારે અથડામણ માં વોન્ટેડ આરોપી ની શોધખોળ શરૂ કરી છે.