અસામાજીક તત્વો વિરુદ્ધ અમદાવાદ પોલીસ એકશનમાં… 9 શખ્સો વિરુદ્ધ પાસા અને 10 શખ્સો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી

Ahmedabad: અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 9 શખ્સોને “પાસા” તથા 10 શખ્સો વિરુધ્ધમાં “તડીપાર” ની કાર્યવાહી હાથ ઘરી છે. એકસાથે કુલ 19 શખ્સો વિરુદ્ધ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાય રહે તે માટે પોલીસ કમિશનર જી.એસ.મલિક સાહેબ નાઓ દ્વારા અસામાજીક પ્રવૃતિને અંકુશમાં રાખવા માટે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ અસામાજીક તત્વો વિરુદ્ધમાં પાસા તેમજ હદપારી જેવા અટકાયતી પગલાઓનો અસરકારક અમલ કરાવી શહેરભરમાંથી આજદીન સુધી કુલ 220 જેટલા શરીર સબંધી, મિલકત સબંધી, પ્રોહીબિશનની પ્રવૃતિ કરતા શખ્સો તથા અન્ય ગુનાહીત ઇસમોને સજયની અલગ અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદ મનપાનું વધુ એક કૌભાંડ, મળતિયાઓને ટોકન ભાડે પ્લોટ આપી સેવાકીય હેતુના નામે લાખોની કમાણી!

તેમજ આજદીન સુધીમાં કુલ 24 શખ્સો વિરુધ્ધ તડીપારની કાર્યવાહી પણ અમલમાં લાવવામાં આવી છે. જે કામગીરીના ભાગરૂપે શહેરના સાબરમતી, સરદારનગર, કાગડાપીઠ, શહેરકોટડા, સોલા મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ 9 શખ્સો વિરુધ્ધમાં પાસાની કાર્યવાહી કરી પોલીસ કમિશનર જી.એસ.મલિકે એકસાથે રાજયની રાજકોટ જેલમાં ધકેલ્યા છે. તેમજ 10 ઇસમોને તડીપાર કરવા કાર્યવાહી હાથ ધરવા હુકમ કર્યો છે.