September 18, 2024

દિલ્હીમાં ફરી થશે વરસાદ, જાણો ગુજરાતના હવામાનની સ્થિતિ

IMD Weather Update: દેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ 2 દિવસ વરસાદે વિરામ લીધા પછી ફરી આજે સવારમાં પડવા લાગ્યો છે. દેશના ઘણા વિસ્તારમાં ભારે વરસાદ છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આવો જાણીએ આજનું હવામાન કેવું રહેશે.

યલો એલર્ટ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દિલ્હી NCRના લોકોને રાહત મળી શકે છે. આજે દિલ્હીમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં તાપમાન મહત્તમ 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 25 થી 26 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. યુપીમાં હવામાનની સ્થિતિની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બરની શરૂઆતથી ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે. સોમવાર રાતથી 5 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: એમએસ ધોનીએ વિરાટ સાથેના સંબંધો વિશે ખુલીને કરી વાત

ભારે વરસાદની શક્યતા
હરિયાણામાં આજના દિવસે સારે વરસાદ પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. સોમવારે હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બિહારમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વરસાદ ઓછો પડી શકે છે. આજના દિવસે ઝારખંડમાં છૂટાછવાયો વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં પૂરના કારણે લોકોની હાલત દયનીય જોવા મળી રહી છે. રાજસ્થાન અને ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે.