December 23, 2024

શિયાળામાં કારમાં AC ચાલુ નહીં કરો તો થશે મોટું નુકસાન

શિયાળામાં કાર ચલાવવી થોડી મુશ્કેલ બની જાય છે. એક તરફ ધુમ્મસનો ખતરો તો બીજી તરફ કડકડતી ઠંડી. જેના કારણે કાર ચલાવવામાં મુશ્કેલી પડે છે. ઘણી વખત શિયાળામાં ઠંડીને કારણે લોકો એસી બંધ કરી દે છે. અતિશય ઠંડીના કારણે AC ચલાવવું કે વાપરવું મુશ્કેલ છે. આવી સ્થિતિમાં AC નો ઉપયોગ નહિવત અથવા તો સાવ જ બંધ થઈ જાય છે. એસીને લાંબા સમય સુધી બંધ રાખવું ક્યારેક ખોટું પરિણામ આપી શકે છે. જે તમારી કારને ભારે નુકસાન પહોંચાડી શકે છે.

શિયાળામાં AC નો ઉપયોગ કેમ કરવો?
તમને જણાવી દઈએ કે એસી કારનો એક ભાગ છે. જો કારના કોઈ પણ ભાગનો લાંબા સમય સુધી ઉપયોગ ન કરવામાં આવે તો તેમાં ખામી સર્જાઈ શકે છે. હવે શિયાળામાં ઠંડીના કારણે અવારનવાર એસી બંધ થઈ જાય છે. આ રીતે લાંબા સમય સુધી AC ન ચલાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. શિયાળામાં AC નો ઉપયોગ ન કરવાને કારણે ક્યારેક કારના ACમાં સમસ્યા આવી શકે છે.

કઈ કઈ વસ્તુ ખરાબ થઈ શકે છે?
લાંબા સમય સુધી ACનો ઉપયોગ ન કરવાથી એન્જિનની સાથે સાથે કોમ્પ્રેસર પણ ખરાબ થઈ શકે છે. કૂલિંગ કોઇલ અને એસી ફિલ્ટરમાં ગંદકી એકઠી થઈ જાય છે. એ બાદ તમે ઉનાળામાં એસી ચાલુ કરો છો, ત્યારે તે યોગ્ય રીતે કામ કરશે નહીં અને વધુ ઠંડક આપશે નહીં.

શિયાળામાં AC ચલાવવાના ફાયદા
શિયાળામાં ડ્રાઇવિંગ કરતી વખતે કારની અંદર ભેજ આવવા લાગે છે. હીટરનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કારમાં વરાળ એકઠી થાય છે. એ સમયે જો થોડીવાર માટે કારમાં AC ચાલુ રાખવામાં આવે તો તે અંદરની ભેજને સંપૂર્ણપણે ખતમ કરી દે છે. જેના કારણે કારની કેબિન ફરીથી સૂકી થઈ જાય છે. જેના કારણે કારની અંદર કોઈપણ પ્રકારના બેક્ટેરિયા રહી શકતા નથી.