…નહીંતર તમારું ડિમેટ એકાઉન્ટ થઈ જશે બંધ!
Demat Account: સેબીએ ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સ અને મ્યૂચુઅલ ફંડ ઈન્વેસ્ટર્સ માટે નોમિની એડ કરવાનું ફરજીયાત કરી નાખ્યું છે, પરંતુ હજુ પણ 4માંથી 3 ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સમાં નોમિની એડ નથી થયું. સેબીએ આ મહિને નોમિનેશનને લઈને એક કંસલ્ટેશન પેપર રજૂ કર્યું હતું. જે અનુસાર 13 કરોડ 64 લાખ સિંગલ ડિમેટ એકાઉન્ટમાંથી 9.7 કરોડ મતલબ કે 72.48 ટકા ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશન ગાયબ છે, જ્યારે 69.73 ટકા એટલે કે 9.51 કરોડ ડિમેટ એકાઉન્ટ હોલ્ડર્સે જાણી જોઈને માહિતી નથી આપ્યું. જેને 30 જૂન પહેલા અપડેટ કરી લેવાનું રહેશે.
મ્યૂચુઅલ ફંડમાં નોમિનેશનની સ્થિતિ
8.9 સિંગલ મ્યૂચુઅલ ફંડ ફોલિયો એટલે કે એકાઉન્ટ્સમાંથી 85.82 ટકા એટલે કે 7 કરોડ 64 લાખ ફોલિયોમાં નોમિની બનાવવામાં આવે છે.જ્યારે 14.18 ટકા મતલબ કે 1.26 કરોડ ફોલિયોમાં નોમિનેશનથી બહાર રહેવા વાળા વિકલ્પ પસંદ કરી શકો છો. ડિમેટ એકાઉન્ટ અને મ્યૂચૂઅલ ફંડ બંન્ને મામલામાં એવા લોકોની સારી એવી સંખ્યા છે. જે નોમિનીના ડિટેલ્સ જાણીજોઈને નથી આપી રહ્યા. અથવા તો મોટા ભાગના એવા લોકો છે. જેઓ તેમના એકાઉન્ટમાં કોઈ નોમિની નથી રાખવા માંગતા.
શું છે ડિમેટ-એમએફ નોમિનેશન?
નોમિનેશન એક પ્રક્રિયા છે. જેમાં તમે એક વ્યક્તિને પસંદ કરી શકો છો. જે તમારી મોત થવા પર તમારી સંપતિ કે એસેટની ધ્યાન રાખે છે. નિયમો અનુસાર, નવા ડિમેટ એકાઉન્ટ યા મ્યૂચુઅલ ફંડમાં નોમિનેશન અનિવાર્ય છે. જો કોઈને નોમિની નથી બનાવતા માંગતા તો તમારે ઓપશનમાં નોમિનેશન ઓપ્ટ આઉટનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આ પહેલા નોમિનેશન અનિવાર્ય હતું નહીં. જેના કારણે ઘણા લોકો તેને સ્કિપ કરીને આગળની પ્રોસેસ કરવા લાગી જતા હતા.
ડિમેટ એકાઉન્ટમાં કેવી રીતે નોમિની એડ કરવા?
ડિમેટ એકાઉન્ટમાં નોમિની અપડેટ કરવા માટે અનએસડીએલની વેબસાઈટ https://nsdl.co.in/ પર જઈને ડિમેટ નોમિનેટ ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ડીપી આઈડી. ક્લાઈન્ટ આઈડી અને પૈન એન્ટર કરવા પર ડિમેટ એકાઉન્ટ પર રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી આવી જશે. જે બાદ તમે નોમિનીની ડિટેલ ભરીને આધાર ઓટીપીથી નોમિનેશન કરી શકશો.
નોમિની એડ કરવાની ડેડલાઈન?
મ્યુચુઅલ ફંડ અને ડિમેટમાં નોમિનેશનની ડેડલાઈન માર્ચમાં પુરી થઈ રહી છે, પરંતુ હલે તેને વધારીને 30 જુન,2024 કરવામાં આવી છે. જો તમે હજુ સુધી એ કામ નથી કહ્યું તો જલ્દી આ કામ પહેલા પુરૂ કરજો. નહીં તો તમારુ ડિમેટ એકાઉન્ટ બંધ થઈ શકે છે. જે બાદ તમે મ્યૂચુઅલ ફંડમાંથી પૈસા નહીં નિકાળી શકો.