‘રામ મંદિર ભારતમાં નહીં બને તો શું ઈટાલીમાં બનશે?’ CM યોગીના રાહુલ ગાંધી પર પ્રહારો
Lok Sabha Election: યુપીના સીએમ યોગી આદિત્યનાથ સોમવારે (13 મે)ના રોજ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે રાયબરેલી પહોંચ્યા હતા. આ દરમિયાન સીએમ યોગીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જ્યારે તેમની સરકાર સત્તામાં હતી ત્યારે કોંગ્રેસે કહ્યું કે રામનું ક્યારેય અસ્તિત્વ જ નહોતું. કોંગ્રેસ સરકાર સુપ્રીમ કોર્ટમાં ખોટું બોલી હતી. સીએમ યોગીએ કહ્યું, રામ મંદિર ભારતમાં નહીં બને તો ઈટાલીમાં બનશે?
राम भक्तों पर गोली चलाने वालों, आतंकियों के मुकदमे वापसी करने वाले लोगों से कोई उम्मीद नहीं- मुख्यमंत्री श्री @myogiadityanath #MeraVoteModiKo #Vote4ModiJi #AbkiBaar400Paar pic.twitter.com/U4ypSp8rYG
— BJP Uttar Pradesh (@BJP4UP) May 13, 2024
સીએમ યોગીએ કહ્યું, આ વખતે રાયબરેલી પણ 400માં સામેલ છે. યાદ રહે, રામલલા પણ છેલ્લા 500 વર્ષ બાદ અયોધ્યામાં આવ્યા છે. આ વખતે તેણે પોતાનો જન્મોત્સવ પણ ઉજવ્યો અને હોળી રમી. રામ મંદિરનું નિર્માણ કોઈએ નહીં પરંતુ પીએમ મોદીએ અમને આ શુભ દિવસ જોવાની તક આપી છે.
રાહુલનું પાકિસ્તાન સાથે શું કનેક્શન છે : સીએમ યોગી
યોગીએ કહ્યું, જ્યારે તેમની સરકાર સત્તામાં હતી ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે રામનું અસ્તિત્વ નથી. કોંગ્રેસ સરકારે દેશની સર્વોચ્ચ અદાલતમાં ઘણા જુઠ્ઠાણા બોલ્યા હતા. રામ મંદિર ભારતમાં નહીં બને તો ઈટાલીમાં બનશે? સીએમ યોગીએ કહ્યું, ‘હું હમણાં જ ગીત સાંભળી રહ્યો હતો કે રામભક્ત હી રાજ કરેગા દિલ્હી કે સિંહાસન પર’. માત્ર બે જ લોકો મોદીનો વિરોધ કરી રહ્યા છે, એક રામ વિરોધી અને બીજો પાકિસ્તાનના સમર્થક. આજ સુધી મને એ નથી સમજાયું કે રાહુલ ગાંધીનું પાકિસ્તાન સાથે શું કનેક્શન છે? શું રાયબરેલીના લોકો આવા વ્યક્તિને સમર્થન આપશે?
સીએમ યોગીએ કહ્યું, સપા અને કોંગ્રેસના આ લોકો રામ મંદિરનો વિરોધ કરતા હતા. રામભક્તો પર ગોળીબાર કરનારા અને આતંકવાદીઓ સામેના કેસ પાછા ખેંચનારાઓ પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. યોગી આદિત્યનાથે કહ્યું કે, જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે OBCને આપવામાં આવતી 27 ટકા અનામતમાં મુસ્લિમોને ભાગ આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક જ વારમાં ગરીબી દૂર કરવા કોંગ્રેસ દરેક નાગરિકની મિલકતનો સર્વે કરશે અને ‘હેરિટન્સ ટેક્સ’ લાદશે.