January 3, 2025

ઇડરમાં 26મી રથયાત્રાનું આયોજન, પૂર્વ MLA રમણલાલ વોરા જોડાયાં

ઈડરઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની 26મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નગરજનો સહિત રાજકીય આગેવાનો અને નેતાઓ પણ ભગવાન જગન્નાથની નગરચર્યામાં જોડાયા છે. તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રમણલાલ વોરા પણ ભક્તિમાં લીન થઈ ઝૂમ્યા હતા.

ઈડર ખાતે ભગવાન જગન્નાથની 26 રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભગવાનનો પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. ત્યારે આજે ખુદ ભગવાન જગન્નાથ શહેરની નગરચર્યાએ નીકળતા બદલીના ધારાસભ્ય રમણલાલ વોરા એ ડીજેના તાલે ઝૂમ્યા હતા અને ભગવાન જગન્નાથને પ્રાર્થના પણ કરી હતી.

આ સમયે સંપૂર્ણ શહેરમાં ભક્તિમય વાતાવરણ બન્યું હતું. તાલુકા પંચાયતના આગેવાનો અને રાજકીય આગેવાનો પણ ભગવાન જગન્નાથની યાત્રામાં જોડાયા હતા. છેલ્લા 26 વર્ષથી ભગવાન જગન્નાથની યાત્રા શહેરમાં થઈ રહી છે.