ICCએ વાર્ષિક રેન્કિંગ કર્યું જાહેર, ભારત-ઓસ્ટ્રેલિયાનો જોવા મળ્યો દબદબો

ICC Annual Rankings: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ આજે વાર્ષિક રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ જોવા મળ્યું હતું. કાંગારૂ ટીમ ટેસ્ટમાં નંબર વન તરીકે ઉભરી આવી છે, ત્યારે ભારત વનડે અને T-20માં ટોચ પર છે. મે 2024 થી અત્યાર સુધી રમાયેલી બધી મેચોને 100 ટકા દર આપવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષની મેચોને 50 ટકા દર આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: પવનદીપની કારનો ગમખ્વાર અકસ્માત, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ

કાંગારૂ ટીમ ટેસ્ટમાં ટોચ પર
કાંગારૂ ટીમે ફરી એકવાર ટેસ્ટમાં બાજી મારી છે. અપડેટ પછી તેની લીડ 15 પોઈન્ટથી ઘટીને 13 પોઈન્ટ થઈ ગઈ છે. પેટ કમિન્સની ટીમના 126 રેટિંગ પોઈન્ટ છે. ઇંગ્લેન્ડની ટીમે મોટી છલાંગ લગાવી છે. બેન સ્ટોક્સની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમે મોટી છલાંગ લગાવી છે. ઇંગ્લેન્ડની ટીમનેન 4માંથી 3 ટેસ્ટ સિરીઝ જીતી હતી. જેના કારણે ઈંગ્લેન્ડના રેટિંગ પોઈન્ટ વધીને 113 થયા છે. ઈંગ્લેન્ડ પછી પ્રોટીઝ ટીમ 111 પોઈન્ટ સાથે આવે છે, જ્યારે ભારત 105 રેટિંગ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.