December 21, 2024

હું બિહારના નેતાઓને એ જ ભાષામાં સમજાવીશ જે રીતે મોદી સમજાવે છે: મનીષ કશ્યપ

બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ છેલ્લા 9 મહિનાથી ચર્ચામાં છે. 9 મહિના બાદ જેલ બહાર આવતાની સાથે બિહાર સરકાર પર પ્રહાર કર્યા છે. બીજી બાજૂ તેણે પ્રધાનમંત્રી મોદીના વખાણ કર્યા છે. મોદીના વખાણ કરતા મનીષ કશ્યપ કહ્યું કે મોદી જે રીતે લોકોને અને નેતાને સમજાવે છે તેવી જ રીતે તેઓ બિહારના નેતાઓને સમજાવશે.

બિહાર સરકાર પર પ્રહારો
બિહારના પ્રખ્યાત યુટ્યુબર મનીષ કશ્યપ છેલ્લા 9 મહિનાથી ચર્ચામાં છે. આ પહેલા પણ તેઓ ચર્ચામાં રહ્યા છે. જેનું કારણ એ છે કે તેઓની ભાષા અને તેઓ જેતે સ્થળ પર જઈને લોકોને એવા સવાલ કરે છે જેના કારણે યુટ્યુબરમાં તેના વીડિયો વાયરલ થાય છે. વીડિયોને કારણે તેઓને સજા પણ મળી છે. નકલી વીડિયો વાયરલ કરવાના કેસમાં લગભગ 9 મહિના પછી જેલમાં રહેવાનો વારો આવ્યો હતો. જોકે તેના સમર્થનમાં અનેક લોકો પણ આવ્યા હતા. મનીષ કશ્યપના સમર્થનને લઈને હેશટેગ પણ સોશિયલ મિડિયામાં જોવા મળ્યા હતા.

બિહારના નેતાઓને સમજાવીશ
મનીષ કશ્યપએ કહ્યું કે બિહારમાં કેટલાક એવા લોકો છે જે રાજ્યને ઉધઈની જેમ ખાઈ રહ્યા છે. તેવા લોકોની તુલના હું પાકિસ્તાન સાથે કરી રહ્યો છું, તેમને સુધારવા માટે હું તે જે ભાષા સમજશે તે ભાષામાં સમજાવીશ.

કેસમાં ફસાવવાનો આરોપ
મનીષ કશ્યપે તેના પર નકલી વીડિયો કેસમાં ફસાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. મનીષ કશ્યપે કહ્યું કે ઘણી મીડિયા ચેનલો અને નેતાઓએ તે સમાચાર શેર કર્યા હતા, ત્યારબાદ તેણે તે વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. એમ છતાં મારા પર આરોપ કરવામાં આવ્યો અને મને નકલી વીડિયો શેર કર્યો હોવાની વાતમાં મને 9 મહિના જેલમાં મોકલવામાં આવ્યો હતો.

રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મ સાથે
મનીષ કશ્યપે જેલમાંથી બહાર આવતા કહ્યું કે કોઈની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ તેને આમાં ફસાવવામાં આવ્યો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમની વિચારધારા કયા પક્ષ સાથે મેળ ખાય છે તો તેમણે જવાબ આપ્યો કે તેમની વિચારધારા કોઈ પક્ષ સાથે નથી પરંતુ રાષ્ટ્રવાદ અને સનાતન ધર્મ સાથે મેળ ખાય છે.

ઘર જપ્ત કરવામાં આવ્યા નથી
મનીષ કશ્યપે કહ્યું કે જ્યારે મેં વીડિયો શેર કર્યો ત્યારે મારું એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યું, મને જેલમાં ધકેલી દેવામાં આવ્યો, મારી કંપનીના સ્ટાફ સામે FIR નોંધવામાં આવી છે, પરંતુ બિહારમાં સંસદ ભવનમાં ઘૂસેલા લોકોના ઘર જપ્ત કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: બાળકોને સાંતાક્લોઝ પાસે નહીં હનુમાનના ચરણોમાં મોકલો: ધીરેન્દ્ર શાસ્ત્રી