September 17, 2024

ચોમાસામાં કેવી રીતે રાખશો કારની સંભાળ?

Car Care In Monsoon:  ચોમાસું આવતાની સાથે પહેલી ચિંતા એ થાય છે કે કારની સંભાળ કેવી રીતે રાખીશું. ત્યારે અમે તમારા માટે માહિતી લઈને આવ્યા છીએ. જેમાં અમે તમને પાંચ સેફ્ટી ટિપ્સ જણાવીશું કે જે ચોમાસામાં તમારી કારને રાખશે સેફ એન્ડ ગૂડ.

ટીપ્સ નંબર 1
વાઇપર્સ ચકાસો
આખો ઉનાળો આપણને વાઇપર્સનો ઉપયોગ કરવાનો વારો તો નહીં જ આવ્યો હોય પણ ચોમાસા પહેલાં તેની ચકાસણી કરવી જરૂરી છે. કારણકે ઉનાળાની ગરમીમાં વાઇપરની બ્લેડ્સ બરડ બની જાય છે. તે તમારા કાચ પર સ્ક્રેચ પાડી શકે છે તેમ જ વાઇપરથી કાચની યોગ્ય રીતે સફાઇ થતી નથી. તો ચોમાસું શરૂ થતાની સાથે જ તમે તમારા વાઇપર અને તેની બ્લેડ્સ ચેક કરી લો. જો તેને બદલવા જરૂરી હોય તો બદલી નાંખો કારણકે જો તમારી કારનો કાચ યોગ્ય રીતે સાફ થયેલો નહીં હોય તો તમે તમારી આગળ શું છે. તે જોઇ નહીં શકો અને ક્યાંક કોઇને ગાડી અથડાવી દેશો. પણ મને વિશ્વાસ છે કે તમે કોઇને ગાડી અથડાવશો નહીં.

ટીપ્સ નંબર 2
લાઇટ્સ ચકાસો
વરસાદ પડતો હોય ત્યારે વિઝિબિલિટી ઘટી જાય છે. આવી સ્થિતિમાં તમારી હેડલાઇટ અને ટેઇલલાઇટ તમારા બેસ્ટ ફ્રેન્ડ છે. જે તમને તમારા નિર્ધારીત માર્ગ પર આગળ ધપાવશે. ચોમાસું શરૂ થતાં જ ચેક કરી લો કે તમારી કારની હેડલાઇટ, ટેઇલલાઇટ, ફોગ લેમ્પ અને બ્રેક લાઇટ સારી રીતે કામ કરી રહ્યા છે. તમારી લાઇટોના કાચ પર કોઇ તિરાડ તો નથી પડી ગઇને તે સારી રીતે ચેક કરી લો કારણકે, લાઇટનો કાચ તુટેલો હશે તો વરસાદનું પાણી લાઇટમાં જશે અને કામ કરતી બંધ થઇ જશે અને પરિણામે તમે મુશ્કેલીમાં મૂકાઇ શકો છો. તમારા હેડલેમ્પ અને ટેઇલલાઇટને એકદમ સાફ રાખો. કારણકે જ્યારે વિઝિબિલિટી ઓછી હોય અને તેમાં પણ રાતનો સમય હોય ત્યારે આ લાઇટો જ હશે કે જે તમને તમારા નિયત મુકામ પર પથદર્શન કરશે.

ટીપ્સ નંબર 3
બ્રેક ચકાસો
તમારી કારમાં ચોમાસાનું જો કોઇ સૌથી મોટું પીડિત હોય તો તે છે તમારી બ્રેક. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે બ્રેક એસેમ્બલીમાં પાણી ઘૂસે છે અને બ્રેકનો પાવર અને efficiency ઘટાડે છે. માટે make sure કે brake oil level is correct અને handbrake functions properly. ચોમાસામાં તમારે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી કમને પણ જવું પડશે. આ સ્થિતિમાં તમારે અનેક વખત બ્રેક પણ મારવી પડશે, માટે પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર થતી વખતે તમારી બ્રેકને ત્રણ ચાર વખત દબાવો. આમ કરવાથી બ્રેકના રોટરમાં ગરમી પેદા થાય છે અને બ્રેક સુકાય છે અને તમારી બ્રેક સારી રીતે કામ કરે છે.

આ પણ વાંચો: ચોમાસાને ધ્યાનમાં રાખી બાઈક ખરીદવાનો પ્લાન હોય તો આ રહ્યા બેસ્ટ મોડેલ

ટીપ્સ નંબર 4
ટાયર ચકાસો
ચોમાસામાં રસ્તાઓ પર પાણી હશે ત્યારે રસ્તાઓ અને તમારી ગાડીના ટાયર વચ્ચે ઘર્ષણ ઓછું હશે અને તમે ક્યાંક અચાનક બ્રેક મારશો તો ગાડી સ્કિડ થવાની શક્યતા રહે છે. તેમાં પણ જો તમારા ટાયર ઘસાયેલા હશો તો તો તમારી કાર સો ટકા સ્કીડ થવાની. માટે જ તે સુનિશ્ચિત કરો કે તમારા ટાયર ઘસાયેલા કે તૂટેલા નથી અને તેના ટ્રેડ સારી સ્થિતિમાં છે. ટાયરને લઇને બીજા વાત તમને કહેવાની છે કે તમારા ટાયરમાં હવાનું નિર્ધારીત પ્રેશર હોવું જોઇએ. કારણકે તમે કાર લઇને નીકળશે અને રસ્તામાં પાણી ભરાયેલા હશે આવી સ્થિતિમાં ખાડો ક્યાં હશે તે તો આપણને ખબર હશે નહીં અને ભૂલથી જો ગાડી કોઇ ખાડામાં પછડાઇ અને તમારા ટાયરમાં હવા ઓછી હશે તો તમારું ટાયર પંચર થવાની શક્યતા ચોક્કસથી વધી જશે. માટે જ ટાયરમાં હવાનું પ્રેશર નિયમિત જાળવો.

ટીપ્સ નંબર 5
વિન્ડો ચકાસો
તમારી કારની બધી જ વિન્ડોના કાચ આખા ઉપર નીચે કરો અને ચેક કરો કે ક્યાંક વરસાદનું પાણી આ વિન્ડોમાં થઇને કારમાં તો નથી આવતું ને? જો આવું થતું હોય તો તેનું તાત્કાલિક રિપેરિંગ કરાવી લેજો. નહીં તો પાણી કારમાં ઉતરશે અને કારની બોડીને કાચ લાગશે. સાથે સાથે કારની અંદર ભેજનું પ્રમાણ પણ વધશે અને સમય જતા તેમાં દુર્ગંધ પણ પેદા થશે.