November 27, 2024

ઉનાળામાં તંદુરસ્ત રહેવા માટે ઘરે બનાવો કોકોનટ મિલ્ક શેક

Coconut Milk Shake: ઉનાળો આવતાની સાથે જ ઠંડાપીણાની શરૂઆત થઈ જાય છે. તેમાં પણ હેલ્દી ડ્રિંકની અસર કંઈક અલગ જ હોય છે. આજે એવા જ સુપર હેલ્દી અને સુપર ટેસ્ટી હેલ્થ ડ્રિંકની રેસીપી લઈને અમે આવી ગયા છીએ. આજે નાળિયેરમાંથી બનતા મિલ્ક શેકની રેસીપી તમારી સાથે શેર કરશું. આમ તો આપણા બધાના ઘરે નાળિયેરની ચટણી, નાળિયેરનું પાણી જેવી વસ્તુઓ ખાધી તો હશે. આજે એજ નાળિયેરમાંથી તમને સુપર ટેસ્ટી મિલ્ક શેક બનાવતા શીખવીશું. ચાલો જાણીએ કોકોનટ મિલ્ક શેક બનાવવાની રીત.

સામગ્રી
1/2 વાટકી નાળિયેર
1/2 ગ્લાસ નાળિયેર પાણી
1/4 ગ્લાસ દૂધ
2 ચમચી ખાંડ
જરૂરિયાત મુજબ બરફના ટુકડા

રીત
– કોકોનટ મિલ્ક શેક બનાવવા માટે સૌપ્રથમ બ્લેન્ડર જારમાં નારિયેળ, નારિયેળ પાણી, દૂધ અને ખાંડ નાખીને સારી રીતે બ્લેન્ડ કરી લો.
– જ્યાં સુધી સ્મૂધ પેસ્ટ ન બને ત્યાં સુધી તેને હલાવતા રહો.
– બસ, તૈયાર છે કોકોનટ મિલ્ક શેક
– આ મિલ્ક શેકમાં બરફના ટુકડા ઉમેરો અને સર્વ કરો.

ઉનાળામાં વિવિધ પ્રકારના શેક પીવું સારું છે. તમે નાસ્તામાં ક્યારેક મેંગો શેક, ક્યારેક બનાના શેક, સ્ટ્રોબેરી શેક અને ક્યારેક કોકોનટ મિલ્ક શેક બનાવી શકો છો. તે પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોને પણ આ શેક ખૂબ જ ગમશે. કોકોનટ મિલ્ક શેક એ એક હેલ્ધી ડ્રિંક છે. તમે તેને તમારા ઘરે આવતા મહેમાનોને પણ સર્વ કરી શકો છો.