ઉનાળામાં Periods Painથી રાહત કેવી રીતે મેળવવી? આ કરો ઉપાય

Periods Pain: મહિલાઓને માસિક ધર્મમાં ખૂબ સમસ્યા થાય છે. આ સમસ્યાને કારણે મહિલાઓને ખૂબ જ 5 દિવસ મુશ્કેલીથી જાય છે. ત્યારે અમે તમારા માટે થોડા ઘરેલું ઉપાય લઈને આવ્યા છીએ. જેની મદદથી તમને થોડી રાહત મળી જશે.

ગરમ પાણીની બોટલ
પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવાથી રાહત મેળવવા માટે તમારે ગરમ પાણી પીવું જોઈએ. પીવાની સાથે તેને તમારા પેટમાંથે રાખો. જેના કારણે ગરમી સ્નાયુઓને આરામ આપવામાં અને ધીમે ધીમે દુખાવો ઘટાડવામાં મદદ કરશે.

હર્બલ ટી
માસિક ધર્મમાં દુખાવો થાય છે ત્યારે તમારે ચા જેમ કે ફુદીનો અથવા કેમોમાઈલ પીવો જોઈએ. જેની મદદથી માસિક ધર્મમાં આરામ મળે છે.

મસાજ
ઘણી મહિલાઓને ખબર હોતી નથી પરંતુ આ સમયે જો પેટની માલિશ કરવામાં આવે તો પેટમાં થતા દુખાવાથી રાહત મળે છે. માલિશ કરવાથી લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે સ્નાયુઓનો તણાવ ઓછો થાય છે, જેનાથી તમને સારું લાગે છે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહની કુલ સંપત્તિ છે આટલી, જોઈને ચોંકી જશો

હાઇડ્રેટેડ રહો
કોઈપણ વ્યક્તિ માટે હાઇડ્રેટેડ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ માટે પીરિયડ્સ દરમિયાન વધારે હાઇડ્રેટેડ રહેવું જોઈએ. હાઇડ્રેટેડ રહેવાથી પીરિયડ્સ સમયમાં સમસ્યા ઓછી થઈ જાય છે. દિવસભરમાં 7 થી 8 ગ્લાસ પાણી પીવાનું રાખો.