December 17, 2024

આ વસ્તુને તમારા ચહેરા પર લગાવો, તમારા રંગને નિખારી દેશે

Fair Glowing Skin At Home: આજના સમયમાં ચહેરાના નિખાર માટે લોકો મોંઘા મોંઘા પાલરમાં જતા હોય છે. પરંતુ આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે કે જેના થકી તમે તમારા ચહેરા પણ નિખાર લાવી શકો છો. તહેવારોનો સમય ચાલી રહ્યો છે. ત્યારે અમે તમને થોડી એવી વસ્તુનો જણાવીશું કે જેના થકી આ તહેવારમાં તમારો ચહેરો ચમકી જશે.

ચણાનો લોટ અને દહીં લગાવો
ચહેરાને નિખારવા માટે તમારે ચણાનો લોટ અને દહીં મિક્સ કરવાનું રહેશે. આવું કરવાથી તમારા ચહેરાનો ગ્લો વધી જશે. તમારા રંગને નિખારી દેશે. અઠવાડિયામાં 5 દિવસ તેનો ઉપયોગ કરવો જોઈએ. જેના થકી તમારી સ્કિન સાફ થઈ જશે અને ચહેરો ચમકવા લાગશે. ચણાનો લોટ ત્વચા માટે કુદરતી સ્ક્રબરનું કામ કરે છે.

આ પણ વાંચો: ફણગાવેલા મગને સવારે ખાલી પેટ ખાઓ, થશે આ ફાયદાઓ

કેવી રીતે લગાવશો?
એક બાઉલમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લેવાનો રહેશે. તેમાં તમારે દહીં ઉમેરવાનું રહેશે. આ પેસ્ટને મિક્સ કરી દો. હવે તમારા ચહેરા પર તેને 15 મિનિટ જેટલું રહેવા દો. હવે તે સુકાઈ જાય ત્યાં સુધી તેને રાખો. પછી તેને હાથથી ઘસીને હળવા હાથે સાફ કરો. જેનાથી તમારી ત્વચા સાફ થઈ જશે.

ચણાનો લોટ અને દૂધ
જો તમે ઈચ્છો તો ચણાના લોટની સાથે દૂધનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે ચણાના લોટમાં દહીંને બદલે દૂધનો ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારો રંગ નિખરી જશે. આ પેક લગાવવાથી તમારી ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ થઈ જશે.

(કોઈ પણ ઉપાય કરતા પહેલા પહેલા ડોક્ટરની સલાહ ચોક્કસ લો)