July 2, 2024

OMG: બિલ ગેટ્સને ચા પીરસનારા ડોલી ચાયવાલા પાસે કેટલી સંપત્તિ છે?

મહારાષ્ટ્ર: દુનિયાના સૌથી ધનિક લોકોમાંના એક બિલ ગેટ્સની કુલ સંપત્તિ લગભગ 149 બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. બિલ ગેટ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. તમને જણાવી દઈએ કે બિલ ગેટ્સ જ્યારે પણ ભારતની મુલાકાતે આવે છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ વીડિયો કે ફોટો શેર કરે છે જે ચર્ચાનો વિષય બની જાય છે.

તાજેતરમાં પ્રખ્યાત ડોલી ચાયવાલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં બિલ ગેટ્સ ‘વન ટી પ્લીઝ’ કહેતા જોવા મળ્યા હતા. આજે અમે તમને બિલ ગેટ્સને ચા પીરસનાર ડોલી ચાયવાલાની નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ વીડિયો સામે આવ્યા બાદ ડોલી ચાયવાલા ઘણો ફેમસ થઈ ગયો છે.

 

View this post on Instagram

 

A post shared by Bill Gates (@thisisbillgates)

ડોલી ચાયવાલાની સ્ટાઈલ
ડોલી ચાયવાલા તેની અસામાન્ય સ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ઘણો ફેમસ છે. ડોલી ચાયવાલા પણ તેના અસામાન્ય દેખાવ માટે ઘણો હેડલાઇન્સમાં રહે છે. તેનો ચમકીલો શર્ટ, ચશ્મા અને રંગબેરંગી શૈલી ડોલી ચાયવાલાને અલગ બનાવે છે. તમને જણાવી દઈએ કે ડોલી રજનીકાંત સ્ટાઈલમાં ચા પીરસે છે.

ડોલી ચાયવાલાની નેટવર્થ
ડોલી છેલ્લા 16 વર્ષથી મહારાષ્ટ્રના નાગપુરમાં ચા નો સ્ટોલ લગાવી રહ્યો છે. ઘણા સેલિબ્રિટીઓ પણ ડોલીની ચા ના દિવાના છે અને તેની ટપરી પર ચા પીવા આવે છે. ડોલી ચાના સ્ટોલમાંથી સારી એવી કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોલી લગભગ 10 લાખ રૂપિયાની પ્રોપર્ટીનો માલિક છે.

લોકોને ડોલી ચાયવાલાની ચા બનાવવાની રીત ગમે છે. દૂર-દૂરથી ફૂડ વ્લોગર્સ તેના વીડિયો બનાવવા અને સોશિયલ મીડિયા પર શેર કરવા આવે છે. જોકે જ્યારથી બિલ ગેટ્સે તેની ટપરી પર ચા પીધી ત્યારથી ડોલી ચાયવાલા વધુ પ્રખ્યાત થઈ ગયો છે.