September 19, 2024

નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ કેટલી પ્રાઈઝ મની મળી?

Neeraj Chopra: ભારતના નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના રેકોર્ડ થ્રો સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તેનો પહેલો ઓલિમ્પિક મેડલ છે. એથ્લેટિક્સમાં, ઓલિમ્પિકમાં વિજેતાઓને ઈનામની રકમ પણ આપવામાં આવે છે. ત્યારે તમને સવાલ થતો હશે કે નીરજ ચોપરાને સિલ્વર મેડલ જીતવા બદલ કેટલી પ્રાઈઝ મની મળી? આવો જાણીએ.

નીરજ ચોપરાને શું મળ્યું?
નીરજ ચોપરાને ઓલિમ્પિક કે વર્લ્ડ એથ્લેટિક્સમાંથી સિલ્વર મેડલ જીતવા બદલ કોઈ ઈનામી રકમ મળી નથી. તમને જાણીને નવું લાગ્યું હશે, પરંતુ આ સત્ય વાત છે. કારણ કે આ ઓલિમ્પિકમાં વર્લ્ડ એથ્લેટિક્સે માત્ર ગોલ્ડ મેડલ વિજેતાઓ માટે ઈનામની રકમ જાહેર કરી છે. વર્ષ 2028માં લોસ એન્જલસમાં યોજાનારી ઓલિમ્પિકમાંથી એથ્લેટિક્સના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને પણ ઈનામી રકમ આપવામાં આવશે. એથ્લેટિક્સ સિવાય આ વખતે અન્ય કોઈ ઈવેન્ટમાં વિજેતાઓને ઈનામની રકમ આપવામાં આવી નથી.

આ પણ વાંચો: Neeraj Chopra Final Date Time: નીરજ ચોપરા આજે આ સમયે ઉતરશે મેદાનમાં

નિરજ ચોપરાની પ્રથમ પ્રતિક્રિયા
નિરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલ જીત્યા બાદ એક મીડિયાને આપેલી માહિતી પ્રમાણે તેણે નિવેદનમાં કહ્યું કે જ્યારે પણ તે થ્રો માટે દોડવાનું શરૂ કરે છે ત્યારે તેનું 60 થી 70 ટકા ધ્યાન ઈજા પર હોય છે. આજે મેડલ ઈવેન્ટમાં મારી રેસ સારી ન હતી અને સ્પીડ પણ થોડી ધીમી હતી. આ સમસ્યા સાથે સંઘર્ષ કરતી વખતે મારે જે કંઈ કરવું પડ્યું તે બધું જ કર્યું છે. મારી પાસે સર્જરી કરાવવાનો સમય નહોતો તેથી હું મારી જાતને સતત દબાણ કરતો હતો.