સરકારના નિર્ણય બાદ કેટલા પૈસા આવશે તમારા EPF એકાઉન્ટમાં?
EPF Account: સરકારે નોકરીયાત વર્ગને મોટી ખુશખબરી આપી છે. જેમાં દર મહિને સેલરીમાંથી જે પીએફના રૂપમાં પૈસા કપાય છે. તેના વ્યાજ દરમાં વધારો કર્યો છે. સરકારે સતત બીજા વર્ષે આ વ્યાજ દરોમાં વધારો કર્યો છે. આ પહેલા સરકારે નાણાકીય વર્ષ 2022-23માં પણ 0.05 ટકાનો વધારો કર્યો હતો. જે બાદ હવે સરકારે આ વર્ષે 0.10 ટકાનો વધારો કર્યો છે. આ સાથે નવો વ્યાજદર 8.25 ટકાનો કરવામાં આવ્યો છે. હવે સૌથી મોટો સવાલ એ છેકે, વ્યાજના રૂપમાં તમારા એકાઉન્ટમાં કેટલા રુપિયા આવશે.
PFના વ્યાજના દરમાં વધારો કર્યા બાદ બધા લોકો એજ ગણતરી કરવા લાગ્યા છે કે તેમના એકાઉન્ટમાં કેટલા રુપિયા આવશે. આ ગણતરીનો એક ફોર્મુલા છે. જેને અપ્લાય કર્યા બાદ જ તમને ખબર પડશે કે તમારા એકાઉન્ટમાં કેટલું વ્યાજ આવ્યું. આ સાથે તમને એ પણ જાણ થશે કે આ નિર્ણયથી તમને કેટલો ફાયદો થયો.
કેવી રીતે PF કટ થાય છે?
EPFO એક્ટ અનુસાર કર્મચારીની બેઝિક સેલરી અને મોંઘવારીના 12 ટકા પ્રોવિડન્ડ ફંડના એકાઉન્ટમાં ડિપોઝિટ કરવામાં આવે છે. તો બીજી તરફ કંપની તરફથી એમ્પલોઈઝ એકાઉન્ટમાં 12 ટકા કંટ્રીબ્યૂશન કરે છે, પરંતુ થોડા સમયથી તેમાં ચેન્જ કરવામાં આવ્યું છે. એમ્પલોયર કોન્ટ્રીબ્યૂશન 3.67 ટકાના ખાતામાં જમા થાય છે. જે બાદ 8.33 ટકા ભાગ પેન્શન સ્કિમમાં ડિપોઝિટ કરવામાં આવે છેય. આ રીતે કોઈ પણ એમ્પલોયર પ્રોવિડન્ટ ફંટ ક્રિએટ થાય છે.
તમારા એકાઉન્ટમાં કેટલા પૈસા આવશે?
સીબીટીને ઈપીએફ વ્યાજ દરોમાં 8.25 ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા આ વ્યાજદર 8.10 ટકા હતો. હવે આપણે આ વધારાને કેલક્યુલેટરની મદદથી સમજીશું. આ માટે એક ફોર્મુલા છે. માની લો કે તમારા પીએફ એકાઉન્ટમાં 1 લાખ રુપિયા છે. તો ગત નાણાકીય વર્ષમાં તમને 8.15 ટકાના વ્યાજ અનુસાર 8,150 રુપિયા તમારા એકાઉન્ટમાં આવ્યા હશે. હવે આ વ્યાજદરમાં વધારો થઈને 8.25 ટકા કરી દેવામાં આવ્યો છે. જો હવે કોઈ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા હોય તો આ વ્યાજ અનુસાર 8250 રુપિયા મળશે. જેનો અર્થ એ થાય છે કે તમને 1 લાખમાં માત્ર 100 રુપિયાનો ફાયદા થાય છે.