January 31, 2025

રાજકોટમાં આવાસ યોજનામાં ફ્લેટ ભાડે આપનારા વિરૂદ્ધ મનપાની કાર્યવાહી, 10 ફ્લેટ કર્યા સીલ

Pradhan Mantri Awas Yojana: આવાસ યોજનાના ફ્લેટ ભાડે આપવાનો સિલસિલો યથાવત છે. વધુ ત્રણ આવાસ યોજનામાં ભાડે અપાયેલા 10 ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે. લોકમાન્ય તિલક ટાઉનશિપ, ઉધમસિંહ ટાઉનશિપ, લક્ષમણ ટાઉનશિપમાં કાર્યવાહી કરાઈ છે.

આ પણ વાંચો: DEO એક્શનમાં: ઝાડયસ સ્કુલમાં આરટીઇ અંતર્ગત લેવામા આવેલા ખોટા એડમિશન રદ્દ કરાશે

10 ફ્લેટ સીલ કરવામાં આવ્યા
આવાસ યોજનાના ફ્લેટ ગરીબ લોકો માટે બનાવવામાં આવે છે. પરંતુ ઘણી વખત એવા કિસ્સા સામે આવે છે કે પહેલી વારમાં ભરોસો નથી આવતો. આવું જ કંઈક રાજકોટમાં સામે આવ્યું છે. લાભાર્થીઓએ ફ્લેટ મેળવી અન્યને ભાડે આપ્યા હતા. તમામ ટાઉનશીપમાં તપાસ દરમ્યાન મનપાએ કાર્યવાહી કરી હતી. ભાડે અપાયેલા 10 ફ્લેટ સીલ કરવામાં આવ્યા છે.