November 24, 2024

સેમસંગ બાદ હવે Honorનો ફોલ્ડેબલ ફોન, ડિસપ્લેમાં પૈસા વસૂલ

Honor Magic Vs3 Launch: કંપનીએ Honor Magic Vs 3 ફોન લોન્ચ કર્યો છે. આ બ્રાન્ડનો નવો ફોલ્ડિંગ ફોન છે. જે પાવરફુલ ફીચર્સ સાથે માર્કેટમાં મૂકવામાં આવ્યો છે. તેમાં Snapdragon 8 Gen 2 પ્રોસેસર છે. આ હેન્ડસેટ ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. Honorનો આ ફોન પાતળી ડિઝાઇન સાથે મૂકવામાં આવ્યો છે. હેન્ડસેટને પાવર આપવા માટે, 5000mAh બેટરી આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 66W વાયર્ડ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Honor Magic Vs 3 ની કિંમત
કંપનીએ હાલમાં આ ફોનને ચીનમાં લોન્ચ કર્યો છે. સ્માર્ટફોન ત્રણ કન્ફિગરેશનમાં આવે છે. તેના 12GB RAM + 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 6,999 Yuan (અંદાજે 80 હજાર રૂપિયા) છે. જ્યારે 12GB RAM + 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 7699 યુઆન (લગભગ 88 હજાર રૂપિયા) છે. 16GB RAM + 1TB સ્ટોરેજવાળા સ્માર્ટફોનના ટોચના વેરિઅન્ટની કિંમત 8,699 યુઆન (અંદાજે રૂ. 1 લાખ) છે. ચીનમાં તેને ત્રણ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ભારતમાં આ ફોનના લોન્ચિંગ અંગે હાલમાં કોઈ માહિતી નથી.

આ પણ વાંચો: સ્માર્ટ જ નહીં આ છે ‘હેલ્ધી રિંગ’, ઊંઘમાં કેટલી વાર પડખું ફર્યા એ પણ કહેશે

મસ્ત છે ડિસપ્લે
ડ્યુઅલ સિમ સપોર્ટ સાથે Honor Magic Vs 3 સ્માર્ટફોન Android 14 પર આધારિત Magic OS 8.0.1 પર કામ કરે છે. તેમાં 7.92-ઇંચની OLED મુખ્ય ડિસ્પ્લે છે. કવર ડિસ્પ્લે 6.43-ઇંચની OLED પેનલ છે. બંને સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. આ સ્માર્ટફોન Qualcomm Snapdragon 8 Gen 2 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 16GB રેમ અને 1TB સુધી સ્ટોરેજ છે. કંપનીએ તેમાં ટાઇટેનિયમ હિંગ અને ઓનરની પોતાની આરએફ ચિપનો ઉપયોગ કર્યો છે. ફોન ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે આપવામાં આવ્યો છે. તેમાં 50MP મુખ્ય લેન્સ, 40MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 8MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ છે. 16MP સેલ્ફી કેમેરા કવર સ્ક્રીન અને મુખ્ય સ્ક્રીન પર પણ જોઈ શકાય છે. કનેક્ટિવિટી માટે, તેમાં બ્લૂટૂથ, NFC, GPS અને USB Type C સહિત અન્ય વિકલ્પો છે. સ્માર્ટફોનમાં 5000mAh બેટરી અને 66W ફાસ્ટ ચાર્જિંગ છે.