October 26, 2024

દિવાળીએ મહેમાનો માટે આ રીતે બનાવો ફટાફટ શ્રીખંડ

Shrikhand Recipe: દિવાળીના સમયમાં કોઈ કહે કે દૂધમાંથી કોઈ મિઠાઈ બનાવીએ. તો પહેલું નામ યાદ આવે શ્રીખંડ. તહેવારના સમયમાં મહેમાનો ઘરે આવતા હોય છે ત્યારે એવું થાય કે જમવાની સાથે કંઈ મિઠાઈ બનાવવાની. અમે તમને શ્રીખંડની જે રેસીપી જણાવવાના છીએ તે ઝડપથી પણ બની જશે અને ખાવાની પણ મજા આવી જશે.

‘શ્રીખંડ’ માટેની સામગ્રી

  • અડધી સમારેલી બદામ: 8-10
  • સમારેલા પિસ્તા: 2 ચમચી
  • તાજું દહીં: 4 કપ
  • કેસર
  • ખાંડ: 3/4 કપ
  • ઈલાયચી પાવડર: 1/2 ચમચી

આ પણ વાંચો: દિવાળીમાં બનાવો પાટણના ફેમસ રૂપાળા ટેસ્ટી દેવડા, મોઢામાં મૂકતાં જ ઓગળી જશે

‘શ્રીખંડ’  બનાવવાની રીત
પહેલા દહીંને પાતળા મલમલના કપડામાં બાંધીને 3-4 કલાક માટે ક્યાંક લટકાવી દો. 3થી4 કલાક તેને કપડામાં બાંધી રાખવાથી તેનાથી દહીંમાંથી બધુ જ પાણી નીકળી જશે.
પાણી નીકળી જાય પછી તેમાં કેસર અને બાદમાં દળેલી ખાંડ અને ઈલાયચી પાવડર મિક્સ કરી દો. તમને ભાવતા ડ્રાયફ્રુટ તમે એડ કરી શકો છો. તૈયાર મિશ્રણને એક વાસણમાં રાખો અને તેને રેફ્રિજરેટરમાં ઠંડુ કરવા મૂકી દો. ઠંડા કરેલા શ્રીખંડને એક બાઉલમાં કાઢી લો. ઉપરથી ગાર્નિશ માટે કેસર નાંખો.