September 18, 2024

મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા કરો આ ઉપાય

Home Remedies For Bad Breath: ઘણા લોકો દિવસમાં બે વાર બ્રશ કરતા હોય છે. પરંતુ એમ છતાં તેમના શ્વાસમાં દુર્ગંધ આવતી હોય છે. આવા લોકો ઘણીવાર ઓછું બોલે છે. કારણ કે તેમના મનમાં એવું ચોક્કસ થાય છે કે સામે વાળું વ્યક્તિત્વ તેના વિશે ખરાબ વિચાર કરશે. જોકે તમે એવું સાંભળ્યું હશે કે દિવસમાં બે વખત બ્રશ કરવાથી તમારા શ્વાસની દુર્ગંધ નહીં આવું. પણ ઘણી વખત એવું થાય છે કે આવું કરવા છતાં પણ દુર્ગંધ આવતી હોય છે. આવો તમને અમૂક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીએ, જે તમે પણ ટ્રાય કરી શકો છો.

શ્વાસની દુર્ગંધ દૂર કરવાની સરળ રીતો

સફરજન ખાઓ
જો તમને શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો સફરજન ખાવાનું રાખો. સફરજન મોંમાં લાળના ઉત્પાદનમાં વધારો કરે છે, જે ગંધને ઘટાડવામાં મદદ કરે છે. સફરજનમાં પ્રાકૃતિક ફાઈબર જોવા મળે છે. આ સાથે સફરજન ખાવાથી તમારું પેટ સાફ રહે છે. શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે, તમારા મોંમાં સફરજનનો એક નાનો ટુકડો રાખો. તેનાથી દુર્ગંધ દૂર થશે.

આ પણ વાંચો: ચોમાસામાં ચામડીનો ચેપ લાગ્યો હોય તો આ ઘરેલું ઉપચાર કરો

વરિયાળી અને એલચી ચાવો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો જમ્યા પછી વરિયાળી અથવા એલચી ખાવાનું રાખો. તેની સુગંધ તમારા મોંમાંથી આવતી દુર્ગંધને દૂર કરી દેશે. ઘણી વખત ખોરાકમાં એવી વસ્તુઓ હોય છે જેની ગંધ પાછળથી આવે છે.

ફુદીનાના પાન અને લવિંગ ચાવો
શ્વાસની દુર્ગંધ દૂર કરવા માટે તમે ફુદીનાના પાન તમે ચાવી શકો છો. તેનાથી શ્વાસની દુર્ગંધ ઓછી પણ થશે અને તમને તાજગીનો અહેસાસ થશે.

લીમડાનું દાતુન
પ્રાચીન સમયમાં લોકો લીમડાની દાતુન બનાવતા હતા. કારણે લીમડો દાંત માટે ખૂબ જ ફાયદાકારક છે. લીમડો મોંને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. લીમડાથી તમારા દાંત સાફ કરવાથી તેમાં રહેલા એન્ટી-બેક્ટેરિયલ ગુણો શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે.