અમદાવાદ સેશન્સ કોર્ટે લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદ: ચંડોળા તળાવ પર બાંગ્લાદેશી ઘૂસણખોરોને મદદ આપવાના મામલામાં મુખ્ય આરોપી લલ્લા બિહારીની ધરપકડ બાદ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરાવામાં આવી હતી. જે મામલે કોર્ટે આરોપી લલ્લા બિહારીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લલ્લા બિહારીની રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી.
અમદાવાદ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ધૂસણખોરેને રાખનાર લલ્લા બિહારીને લઈ પોલીસ સિટી સેશન્સ કોર્ટ પહોંચી હતી. પોલીસે 21 ગ્રાઉન્ડ આધારે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આધાર કાર્ડ, પાનકાર્ડ બનાવવા એજન્ટોનો સંપર્ક કરેલો હતો. ભાડે આપેલ મકાનમાંથી કેટલો લાભ મેળવ્યો તે અંગે પિતા-પુત્રનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવું જરૂરી છે. બાંગ્લાદેશીઓની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી છે. ગેરકાયદેસર સરકારી જગ્યામાં ગોડાઉન બનાવી ભાડે આપેલા તે બાબતે તપાસ કરવા જેવી વગેરે બાબતોમાં સમગ્ર કેસનો મુખ્ય આરોપી લલ્લા પઠાણ જ છે. જેની ઉંડાણપૂર્વક તપાસ કરવા રિમાન્ડની જરૂરિયાત છે. પોલીસે આરોપીના ઘરેથી સર્ચ દરમ્યાન 9 લાખ રોકડ અને સોનું કબ્જે કર્યુ હતું. રોકડ અને સોનું કબ્જે કરેલ તે બાબતે તપાસ કરવા આરોપીની હાજરી જરૂરી છે.
આરોપી લલ્લુ બિહારીને લઈ પોલીસ સિટી સેશન્સ કોર્ટ પહોંચી હતી. જ્યાં પોલીસે દ્વારા વગેરે બાબતોની તપાસ માટે 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. વીજ કનેક્શન અપાવવામાં કોઈ સરકારી અધિકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે બાબતે આરોપીની હાજરી જરૂરી છે. બેંક ખાતાની તપાસ કરવાની બાકી છે, તપાસ દરમિયાન મળી આવેલ રોકડ- દાગીના સહિતની મિલ્કત ખરીદી અંગે પૂછપરછ માટે આરોપીની હાજરી જરૂરી છે. આરોપી રાજસ્થાન ફરાર થયો ત્યારે સહારો આપનાર કોણ કોણ હતું તે અંગે તપાસ જરૂરી છે.