RCB vs PBKS: કોહલીની સ્ફોટક ઇનિંગ બાદ બેંગ્લોર જીત્યું, 4 વિકેટે વિજય
IPL 2024ની છઠ્ઠી મેચ કાલે રમાઈ હતી. જે RCB અને પંજાબ કિંગ્સની વચ્ચે મુકાબલો હતો. આ મેચનું આયોજન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે અત્યાર સુધીના ઈતિહાસમાં એવું કયારે નહીં થયું કે ધૂળેટીના દિવસે મેચ રમાઈ હોય. આજના આ ખાસ દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો વિજય થયો છે.
પ્રથમ ટીમ બની
આ મેચમાં પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ટાર્ગેટ 19.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. કાલની મેચનો શ્રેય વિરાટને આપી શકાય. કેમકે તેણે 49 બોલમાં 77 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિકે 10 બોલમાં 28 રન બનાવ્યા હતા. દિનેશ કાર્તિક, મહિપાલ લોમરોરે 8 બોલમાં 17 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો: વિરાટ કોહલીએ તોડી નાંખ્યો ‘વિરાટ’ રેકોર્ડ
શાનદાર પ્રદર્શન કર્યું
આ પહેલા પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમણે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હતી. પંજાબ કિંગ્સ તરફથી સૌથી વધારે રન શિખર ધવને બનાવ્યા હતા. જેમાં તેણે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા આ સાથે જીતેશ શર્માએ 27 રનની ઇનિંગ રમી હતી. અલઝારી જોસેફ અને યશ દયાલને પણ 1-1 વિકેટ લીધી હતી. આરસીબી તરફથી મોહમ્મદ સિરાજ-ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ લીધી હતી.
નંબર વન પર યથાવત
IPL 2024 પોઈન્ટ ટેબલની સ્થિતિની વાત કરવામાં આવે તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની ગઈ કાલે જીત થતા તે ટીમ પોઈન્ટના ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આરસીબીએ અત્યાર સુધી 2માંથી એક મેચ જીતી છે. પંજાબ કિંગ્સને હારનો સામનો કરતાની સાથે તે પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. નંબર વન પર રાજસ્થાનની ટીમ છે.