અમદાવાદમાં આજથી હિન્દુ આધ્યાત્મિક મેળો, મિની કુંભનો થશે અહેસાસ

GMDC ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો 2025 આજથી શરૂ થશે. થોડીવારમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે. આ સમયે CM ભૂપેન્દ્ર પટેલ સહિત સંતો મહંતો ઉપસ્થિત રહેશે. 2000 જેટલી મહિલાઓ કળશ યાત્રામાં GMDC ગ્રાઉન્ડ પહોંચી છે. મીની કુંભ મેળાની વ્યવસ્થા આધ્યાત્મિક મેળામાં ઊભી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ફટકડી સાથે આ વસ્તુને મિક્સ કરી ચહેરા પર લગાવો, કરચલીઓ તો ક્યારેય દેખાશે નહીં

સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું
કુંભમેળા દર્શન અને આદિવાસી સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ ઉભું કરવામાં આવ્યું છે. 11 કુંડી યજ્ઞશાળા અને 11થી વધુ મુખ્ય મંદિરોનું જીવંત દર્શન તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત દ્વારા આગામી 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન વસ્ત્રાપુર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.