December 21, 2024

હાઈવે પર લોંગ ડ્રાઈવમાં સેલ્ફ ડ્રાઈવ કરવાનો શોખ હોય તો આ ટિપ્સ ખાસ ફોલો કરજો

Highway Driving Tips: હાઇવે પર વાહન ચલાવતી વખતે આપણે ટ્રાફિકના ટેન્શનથી દૂર રહીએ છીએ. પરંતુ સ્પીડ અને ઓવરટેકિંગ સહિતની કેટલીક ભૂલો જીવલેણ સાબિત થઈ શકે છે. હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે આ ભૂલો તમારા માટે તેમજ અન્ય લોકો માટે જીવલેણ બની શકે છે. અહીં અમે એવી જ કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છીએ, જે હાઇવે પર ડ્રાઇવિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેનાથી સફરની મજા પણ માણી શકાશે અને અકસ્મતાથી પણ બચી શકાશે.

સ્પીડ કંટ્રોલ અનિવાર્ય
ઓવર સ્પીડિંગમાં હંમેશા જોખમ રહેલું છે. હાઇવે પર પ્રવેશતી વખતે ખાસ કાળજી રાખો. જ્યારે તમે શહેર પછી હાઇવે પર પ્રવેશો છો, ત્યારે અચાનક વાહનની ગતિ વધારશો નહીં. તમારું શરીર અચાનક ઝડપને સમાયોજિત કરવાની સ્થિતિમાં નથી હોતું, જે અકસ્માતનું જોખમ વધારે છે. સિટી કે કોઈ ટ્રાફિકવાળી પ્લેસ છોડ્યા બાદ એકાએક સ્પીડ વધારવા કરતા ધીમે ધીમે સ્પીડ વધારો. બને ત્યાં સુધી સિટી છોડ્યા બાદ 60ની સ્પીડથી વધુ 10 કિમી સુધી ન ચલાવો. કારણ કે સિટી પછી પણ ટ્રાફિક ક્લિયર થતા થોડી વાર લાગે છે.

આ પણ વાંચો: આજથી બદલાઈ ગયા આ 4 નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

વળાંક પર ઓવરટેક કરશો નહીં
વળાંક પર ઓવરટેક કરવાનું ટાળો. જ્યારે ટર્ન પૂરો થાય ત્યારે જ ઓવરટેક કરવાનો પ્રયાસ કરો. ટર્ન પર ઓવરટેક કરતી વખતે તમે ઓવરસ્ટીયર પણ કરી શકો છો, જેના કારણે કાર પરનો કાબૂ ગુમાવી શકો છો અને અકસ્માત થઈ શકે છે. બને ત્યાં સુધી જ્યાં ટર્ન હોય ત્યાં ઓવરટેક કરવી જ ન જોઈએ. ટર્ન પૂરો થયા બાદ સામેથી કોઈ વાહન ન આવતું હોય તો જ ઓવરટેક કરવી જોઈએ. જોકે, નેશનલ હાઈવે પર સિંગલ લેનમાં આ પ્રકારની ટેવ પડે એ સારી વાત છે.

જજમેન્ટ મુશ્કેલ બને
જો રાત્રે હાઈ બીમ પર વાહન ચલાવો છો, તો સામેની વ્યક્તિ માટે અંતરનો અંદાજ કાઢવો મુશ્કેલ થઈ શકે છે. જો ત્યાં કોઈ ડિવાઈડર ન હોય તો શક્ય છે કે સામેની વ્યક્તિ અને તેની કાર વચ્ચેના અંતરને ખોટી રીતે સમજી શકે, જેના કારણે બંને અકસ્માતનો ભોગ બની શકે છે. બને ત્યાં સુધી રાત્રી દરમિયાન કાર ડ્રાઈવ કરવાનું થાય તો અન્ય વાહનથી અંતર થોડું વધારે રાખવું. ટ્રાફિક હોય ત્યાં ધીમે ધીમે કાર ચલાવવી. વારંવાર લેન બદલવી નહીં.

ઓવરટેક માટેની લેન
હાઈવે પર ઓવરટેક કરવા માટે ત્રીજી જમણી લેન સુનિશ્ચિત કરવામાં આવી છે, જેને લોકો સામાન્ય રીતે અનુસરતા નથી. મોટાભાગના લોકો જમણી બાજુની ત્રીજી લેનમાં ધીમી ગતિએ વાહન ચલાવે છે, જે માત્ર નિયમોની વિરુદ્ધ નથી, પરંતુ આમ કરવાથી પોતાને અને અન્યોને પણ મુશ્કેલી પડે છે. આ લેનનો ઉપયોગ ફક્ત ઓવરટેકિંગ માટે કરો. જો જમણી લેનમાં ધીમે ચલાવો છો, તો ઓવરટેકર ડાબી બાજુથી આવશે અને ઝિગ-ઝેગ કરતી વખતે વાહનને ગમે ત્યાં અથડાવી શકે છે.

આ પણ વાંચો: MG Windsor EV: ફીચર્સ અને સ્પેસ મન મોહી લેશે, નામ પાછળ પણ એક સ્ટોરી

બ્લાઈડ સ્પોટ
હાઈવે પર બ્લાઈડ સ્પોટ પર ઓવરટેક કરવાથી મોટો અકસ્માત થઈ શકે છે. અંધ સ્થળ સમજવા માટે ચિત્ર જુઓ. લાલ કારની બાજુમાં ચાલતી વાદળી અને કાળી કાર લાલ કારના બ્લાઇન્ડ સ્પોટમાં છે. લાલ કારનો ડ્રાઈવર ન તો વાદળી કારને સરળતાથી જોઈ શકે છે અને ન તો કાળી કાર. આવી સ્થિતિમાં, તે કોઈપણ સમયે ઓવરટેક કરવાનું નક્કી કરી શકે છે, જે તેને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને મોટા વાહનોના બ્લાઇન્ડ સ્પોટ પર વધારે સમય રહેવાનું ટાળો.

મોટા વાહનોથી અંતર
ટ્રક અને બસ જેવા મોટા વાહનોથી યોગ્ય અંતર જાળવો. ઘણી ટ્રકોની પાછળ બેરિયર હોય છે, જેના કારણે નાની ગાડીઓ અથડાઈને એક તરફ જાય છે. ક્યારેક આવું થતું નથી. આવી સ્થિતિમાં, તમારી કારની એરબેગ્સ ન ખુલી શકે. વાસ્તવમાં, એરબેગ્સના સેન્સર બોનેટમાં હોય છે અને વિન્ડશિલ્ડ અથડાયા પછી તે ન ખુલે તેવી શક્યતા વધી જાય છે.