ધો.10-12ના વિદ્યાર્થીઓની મૂંઝવણ થશે દૂર, શિક્ષણ બોર્ડે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
Gandhinagar: 27 ફેબ્રુઆરીથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરુ થવાની છે. જેને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગે ધો.10-12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
આગામી ફ્રેબુઆરી અને માર્ચ મહિના દરમિયાન ધો.10-12ની બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થી, વાલીઓ અને શાળાને માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂંઝવણને દૂર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી પોતાની સમસ્યાનું સમાધાન લાવી શકશે. તેમજ એક્સપર્ટ કાઉન્સિલર ઉપરાંત સાયકોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન અપાશે. આ સિવાય આ હેલ્પલાઈન નંબર સવારે 11:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ફોન કરી શકાશે .
આ પણ વાંચો: 8 કલાકમાં જવાબ આપો નહીંતર… મારી નાખીશું, કપિલ શર્મા સહિત 4 લોકોને મળી ધમકી