December 22, 2024

Monsoon 2024: રાજ્યના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

Gujarat Monsoon 2024 Update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકમાં મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યાં જ દક્ષિણ ગુજરાતમાં મેઘો અવિરત વરસ્યો છે. નવસારીમાં અને સુરતના પલસાણામાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જનજીવનને અસર થઇ છે અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ત્યાં જ આ દરમિયાન વહેલી સવારે પણ મેઘરાજાએ બેટિંગ યથાવત રાખતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.બીજી તરફ નવસારીના જલાલપોર અને વલસાડના ઉંબરગામ ગામમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે.ત્યારે રાજ્યના હવાનમા વિભાગે આજે પણ ગુજરાતના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. ત્યાં જ રાજ્યના અન્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. જોકે ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો: સુનિતા વિલિયમ્સ માટે ઝુલાસણ ગામમાં પ્રાર્થનાનું આયોજન કરાયું

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
1 જુલાઇ ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદામાં ભરૂચ, વડોદરા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે તમામ જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આવતીકાલે ભરૂચ, વલસાડ, દણણ , સુરત, નવસારી, અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.