અંબાલાલ પટેલની આગઝરતી આગાહી: માર્ચ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઉનાળો અગ્નિપરીક્ષા કરશે

Weather Report: હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી તો બપોરે ભારે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આવા વાતાવરણ વચ્ચે અંબાલાલ પટેલ ફરી એક મહત્ત્વની આગાહી કરી છે.

અંબાલાલ પટેલ કહ્યું કે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને કરા પડવાની શક્યતા છે. જેનાં કારણે આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રનાં ભાગો , કચ્છનાં ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી પડી શકે છે. માર્ચ માસમાં ઉપરા ઉપરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: SA vs ENG: સેમિફાઇનલ માટે ચોથી ટીમનો આજે થશે નિર્ણય, જાણો કેવું રહેશે હવામાન

આ દિવસથી ગરમીનો અહેસાસ થશે
અંબાલાલ પટેલ કહ્યું કે, આ વખતે માર્ચ-એપ્રિલ માસમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સ આવતા રહેશે. તા.4 માર્ચથી દિવસના ભાગમાં ગરમીનો અહેસાસ થશે. તા.7 માર્ચ સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 36 ડીગ્રીની આસપાસ રહેશે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 32 ડીગ્રી આસપાસ રહેશે.ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 34 ડીગ્રી આસપાસ રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 36 ડીગ્રી મહત્તમ તાપમાન રહેશે. વલસાડના ભાગોમાં મહત્તમ તાપમાન 36 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે. 7 માર્ચથી મહત્તમ તાપમાન વધવાની શકયતાઓ છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્વ તાપમાન 41 થી 42 ડીગ્રી થઈ શકે છે. આ ઉપરાંત જૂનાગઢનું મહત્તમ તાપમાન 39 ડીગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહેશે. પૂર્વ ગુજરાતમાં ગરમીનો પારો વધી શકે છે. કચ્છના ભાગોમાં 40 ડીગ્રી સુધી પારો જોવા મળશે. પંચમહાલમાં ગરમીનો પારો વધશે. હવે રાજ્યમાં ધીમા પગલે ઉનાળાની શરૂઆત થશે. માર્ચ મહિનામાં એક પછી એક પશ્ચિમી વિક્ષેપ આવ્યા કરશે. તા. 4 થી 10 માર્ચમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. આ વખતે માર્ચ માસથી રાજ્યના કેટલાક ભાગોમાં લૂ લાગવાની શકયતાઓ રહેશે.

તા. 26 એપ્રિલથી મહત્તમ તાપમાન 45 ડીગ્રી સુધી કેટલાક રાજ્યોમાં જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં વાવાઝોડું લાવતી એક સિસ્ટમ તૈયાર થાય એવી શક્યતા દેખાઈ રહી છે. તા.10 મેથી આંધી-વંટોળ વધશે અને અરબ દેશ તરફથી તોફાન પણ આવી શકે એવી શક્યતાઓ છે.