January 22, 2025

શિયાળાની ઋતુમાં હ્રદયની બિમારીના કેસમાં વધારો, છેલ્લા 20 દિવસમાં નોંધાયા 5144 કેસ

Ahmedabad: એક તરફ શિયાળાને લઈને લોકો ઠઠરી ગયા છે તો બીજી તરફ બીમારીઓમાં પણ વધારો થયો છે. શિયાળાની ઋતુમાં હ્રદયની બિમારીના કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યભરમાં છેલ્લા 20 દિવસમાં હ્રદયરોગના 5144 કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે 19.49 ટકા કેસમાં વધારો થયો છે.

મળતી માહિતી અનુસાર શિયાળાની ઋતુને લઈને સતત બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે હ્રદયની બિમારીના કેસમાં વધારો નોંધાયો છે. રાજ્યભરમાં છેલ્લા 20 દિવસમાં હ્રદયરોગના 5144 કેસ નોંધાયા છે. જ્યારે ગત વર્ષ કરતા આ વર્ષે 19.49 ટકા કેસમાં વધારો થયો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 4305 કેસ સામે આવ્યા હતા. આ વર્ષે ગત વર્ષ કરતા 839 જેટલા કેસ વધુ નોંધાયા છે. ગત વર્ષે રોજ 215 કેસ નોંધાતા હતા. જ્યારે આ વર્ષે 257 કેસ નોંધાય છે. રાજ્યમાં વર્ષ 2021માં હાર્ટ ફેલ થવાથી રોજ 258 લોકોનાં મોત થયાં છે. તો 30 થી 40 વર્ષની વયના યુવાનોમાં પ્રમાણ 20 થી 22 ટકા જેટલું વધ્યું છે. આ આંકડા 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસના છે.

આ પણ વાંચો: મગફળી ખરીદીમાં ગેરરીતિ મામલે દિલીપ સંઘાણીએ આપ્યું નિવેદન, કહી આ વાત

જિલ્લો 2024 2025
અમદાવાદ 1241 1543
અમરેલી 94 125
ભાવનગર 204 264
છોટાઉદેપુર 32 53
ગીર સોમનાથ 56 72
જુનાગઢ 151 188
કચ્છ 103 139
મહેસાણા 64 86
મોરબી 45 58
પંચમહાલ 56 89
પોરબંદર 86 108
તાપી 82 109
વલસાડ 67 102
સુરત 351 413