December 23, 2024

નવી શેઢાવી ગામના અપરિણીત યુવાનની નસબંધી કરી દેવાના મામલે આરોગ્ય અધિકારીએ આપ્યું નિવેદન

Mehsana News: નવી શેઢાવી ગામના અપરિણીત યુવાનની નસબંધી કરી દેવાનો મામલો આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડીયાએ નિવેદન આપ્યું છે. કહ્યું કે કેસમાં અમારા કર્મચારીએ કોઈપણ જાતની તપાસ કર્યા વગર ઓપરેશન કરાવ્યું છે.

આ પણ વાંચો: માત્ર તુવેર ટોઠા જ મહેસાણાના ફેમસ નથી રગડ પણ છે ચટાકેદાર, જૂઓ કેવી રીતે બને છે રગડ

કર્મચારીનું નામ જાહેર કરવાનો ઇનકાર
આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડીયાએ નવી શેઢાવી ગામના અપરિણીત યુવાનની નસબંધી કરી દેવાનો મામલે નિવેદન આપ્યું છે. કહ્યું કે નિયમ મુજબ પરણિત વ્યક્તિ અને સંતાન ધરાવતા વ્યક્તિની જ નસબંધી થઈ શકે. કેસમાં અમારા કર્મચારીએ કોઈપણ જાતની તપાસ કર્યા વગર ઓપરેશન કરાવ્યું છે. અમારા કર્મચારીની ગંભીર ભૂલ છે. ધનાલી સબ સેન્ટરના કર્મચારી સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. ઓપરેશન પરત ખોલવાની પ્રક્રિયા કરવામાં આવશે. કર્મચારીનું નામ જાહેર કરવાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઇનકાર કર્યો હતો.