September 15, 2024

આહારમાં કરો આ ખોરાકનો સમાવેશ, પાચનમાં થશે સુધારો

Gut Health Foods To Eat: શરીરમાં મોટાભાગના રોગ પાચનને કારણે થતા હોય છે. જો તમારું પાચન એકદમ થીક છે તો તમે ઘણી બધી બિમારીઓથી બચી શકો છો. પાચનમાં સુધારો લાવવા માટે અમે તમને જણાવીશું એ આહાર જેનાથી તમારા આંતરડાની તંદુરસ્તી સુધરશે.

આદુ
સૂકું આદુ તમામ પ્રકારના પાચન સંબંધી રોગોમાં ફાયદાકારક છે. તેને તમે રસ, ઉકાળો અથવા તેલના રૂપમાં ઉપયોગ કરી શકો છો. તે સ્નાયુઓમાં દુખાવો, ઉબકા, ઉધરસ અને શરદી, ગળામાં દુખાવો, સોજો, અપચો, પેટનું ફૂલવું બ્લડ સુગરના સ્તરને પણ ઘટાડે છે.

છાશ
છાશનું સેવન એકંદર આરોગ્ય માટે અમૃત સમાન ગણવામાં આવે છે. તે પચવામાં ખૂબ જ સરળ છે. છાશ તમારા પાચનમાં સુધારો કરે છે. તે પેટનું ફૂલવું, પાચન વિકૃતિઓ, ભૂખ ન લાગવી, એનિમિયા વગેરેને ઘટાડવામાં મદદ કરે છે. તેને પીવાનો શ્રેષ્ઠ સમય બપોરે જમવા સાથે છે.

આ પણ વાંચો: રસોડામાં રાખેલી આ વસ્તુઓને મિક્સ કરીને બનાવો મધનો ફેસ પેક

ગાયનું ઘી
ગાયનું ઘી આંતરડાના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. ગાયના ઘીમાં ઠંડકની અસર છે જે પિત્તને ઘટાડવામાં મદદ કરે છે. પેશીઓને પોષણ આપે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે.

જીરું, ધાણા અને વરિયાળીનું પાણી
પેટ ફૂલવાથી લઈને માસિક સમયે થતા દુખાવામાં આ પાણી રાહત આપે છે. આ પાણીઓ ભૂખમાં વધારો કરે છે. પેટમાં દુખાવો, ઉબકા અને ઉલ્ટી ઘટાડે છે, બળતરા ઘટાડે છે. જીરું, ધાણા અને વરિયાળી 1-1 ચમચી લો અને તેને 1 ગ્લાસ પાણીમાં 3-5 મિનિટ ઉકાળો, તેને ગાળી લો અને ચૂસકીને પીવો.