December 19, 2024

શિયાળામાં રોજ જામફળ ખાઓ, અનેક છે ફાયદાઓ

Health Benefits Of Eating Guava In Winter: દરેક ફળના પોતાના ફાયદાઓ છે. પરંતુ મોટે ભાગે સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ અમે આજે એ ફળના ફાયદાઓની વાત કરવાના છીએ કે જેના ફાયદાઓ સફરજનથી પણ વધારે છે. જેને તમે સવારે કે સાંજે કે પછી ગમે ત્યારે ખાઈ શકો છો. શિયાળાની ઋતુમાં જામફળ ખાવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આવો જાણીએ તેના બીજા ફાયદાઓ વિશે.

ડાયાબિટીસમાં ફાયદાકારક
શિયાળામાં જામફળ ખૂબ જોવા મળે છે. જામફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેનો ફાયદો બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં થાય છે. તેના પાંદડામાં પોલીફેનોલ્સ અને ટ્રાઇટરપેન્સ હોય છે. જેના કારણે જામફળની સાથે તેના પાંદડા પણ શરીર માટે ફાયદાકારક છે.

કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે
જામફળમાં વિટામીન સી જેવા ફાયબર ભરપૂરમાં જોવા મળે છે. જેમાં રહેલા રેસા કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે તેની સાથે લોહીમાં તેનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. એન્ટીઓક્સીડેન્ટ હોવાથી તે HDL કોલેસ્ટ્રોલના સારા સ્તરને જાળવી રાખે છે.

ત્વચા માટે ફાયદાકારક
લાલ જામફળ ખાવું તે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તેનું કારણ એ છે કે લાઇકોપીન ભરપૂર માત્રામાં હોય છે. જેનાથી ત્વચામાં સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત
જામફળમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે. જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: પાટીદાર સમાજના ખેલાડી હવે શારજહામાં સિક્સર મારશે, સમાજની ટુર્નામેન્ટનું પહેલીવાર વિદેશમાં આયોજન

જામફળ ખાંસી અને શરદીમાં રાહત
શરદી અને ઉધરસથી પીડાતા લોકોએ ચોક્કસ જામફળનું સેવન કરવું જોઈએ. ખાંસી આવતી હોય તો તે સમયે જામફળ ખાઈને ઉપરથી નવશેકું પાણી પી લો. આવું દિવસમાં 2 3 વાર કરશો એટલે ઉધરસ ઓછી થઈ જશે.