December 26, 2024

હરિયાણામાં ચૂંટણીની તારીખમાં ફેરફાર, હવે 5 ઓક્ટોબરે થશે મતદાન

Haryana Assembly Election: ભારતીય ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચે હરિયાણામાં ચૂંટણી માટે પહેલા 1 ઓક્ટોબરની તારીખ નક્કી કરી હતી. પરંતુ હવે 1 ઓકટોબરના રોજ મતદાન નથી થાય. ચૂંટણી પંચની નવી જાહેરાત મુજબ હરિયાણામાં હવે 5 ઓક્ટોબર, 2024ના રોજ મતદાન થશે. તો સાથે સાથે, જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મત ગણતરીની તારીખમાં પણ ફેરફાર કર્યો છે.

મહત્વનું છે કે હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 4 ઓકટોબરના રોજ થવાની હતી. ચૂંટણી પંચે મતગણતરીની તારીખમાં ફેરફાર કર્યો છે. બંને રાજ્યોમાં હવે 8 ઓકટોબરના રોજ મતગણતરી યોજાશે.

ચૂંટણી પંચે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે આ નિર્ણય બિશ્નોઈ સમુદાયના મતાધિકાર અને પરંપરાઓ બંનેનું સન્માન કરવા માટે લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે કે બિશ્નોઈ સમુદાયે ગુરુ જંભેશ્વરની યાદમાં આસોજ અમાવસ્યા ઉત્સવમાં ભાગ લેવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં આતંકીઓ અને સેના વચ્ચે સાથે અથડામણ