January 19, 2025

સેવાકીય કામગીરી કરનારી દેશની 15 જેટલી સ્કાઉટ સંસ્થાના સભ્યોનું હર્ષ સંઘવીના વરદ હસ્તે સન્માન કરાયું

અમિત, સુરત: દેશમાં પુર, ભૂકંપ જેવી હોનારતના સમયે સેવાકીય કામગીરી કરનારી દેશની 15 જેટલી સ્કાઉટ સંસ્થાના સભ્યોનું રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં કેરેલામાં આવેલા પુરની સ્થિતિના સમયે ઉતમ સેવાકીય પ્રવૃત્તિ કરનારા નવયુવાનના પેટ ભરીને વખાણ રાજ્ય ગૃહમંત્રીએ કર્યા હતા. આ સાથે આજથી શરૂ થઈ રહેલા રોડ સેફ્ટી અભિયાનમાં લોકોના સાથ સહકારની અપેક્ષા પણ તેઓએ કરી હતી. જ્યારે હ્યુમન રાઈટ્સ અંગે તેઓ જણાવ્યું હતું કે કેટલાક ગુનેગારો હ્યુમન રાઈડ્સનો ગેરલાભ લઈ રહ્યા છે. પરંતુ પોલીસ સમાજના લોકોનું હ્યુમન રાઇટ્સ જળવાઈ રહે તે માટેની કામગીરી તો કરતી જ હોય છે.

કાર્યક્રમનો મુખ્ય હેતુ
સુરતના ઘોડ દોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇન્ડીયન સ્કાઉટ અને ગાઈડ ફેલોશિપ સહિત માનવાધિકાર પંચ દ્વારા સ્કાઉટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં શહેરની અલગ અલગ શાળાના 7000 થી પણ વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય,પાલિકા કમિશ્નર ,મેયર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. દેશના અલગ અલગ 18 રાજ્યોના 15 જેટલા સ્કાઉટ સંસ્થાના સભ્યોનું આ મહાનુભાવોના વરદ હસ્તે સન્માન કરાયું હતું. કુદરતી આપદ્દા સમયે ઉત્તમ અને સેવાકીય પ્રવુત્તિ કરનારા સભ્યોને ઈનામ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવાઓ સેવાકીય પ્રવુતિમાં જોડાય અને સાચા માર્ગે ચાલે તે માટે કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો.

આ પણ વાંચો: હર્ષ સંઘવી અને પોલીસ વડાની અધ્યક્ષતામાં મંથલી ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ, થઈ આ ચર્ચા

નવ યુવાઓએ અનોખી કામગીરી કરી
કાર્યક્રમમાં હાજર રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, કેરલામાં આવેલા પૂરમાં નવ યુવાઓએ અનોખી કામગીરી કરી છે. મોજસોખ એકબાજુએ મૂકી 11 દિવસ સુધી સેવા આપી છે. સુરતમાં 11 દિવસ રોડ સેફ્ટી અભિયાન ચલાવવામાં આવશે.જે લોકોને માતા પિતા પ્રત્યે પ્રેમ હોય તે લોકો રોડ સેફ્ટી અભિયાનમાં જોડાઈ. માતા પિતાને ઘરેથી હેલ્મેટ આપી મોકલવા ફરજ પાડવામાં આવે. સૌ લોકો આ પ્રવૃતિમાં જોડાઈ તેવી અપીલ છે. માતા પિતા અને ભાઈ બહેનનું જીવન સુરક્ષિત રાખવા આ અભિયાનમાં જોડાઈ સહભાગી બને. ફોર વ્હીલ કારમાં શીટ બેલ્ટ પહેરાવી ગુજરાત પોલીસને સહભાગી બનો તેવી અપીલ છે. ક્રાઈમ પાર્ટનર્સ માસુમ ભૂલોના ક્રાઈમ પાર્ટનર્સ ન હોવા જોઈએ. જીવનમાં હશી ખુશી જરૂરથી હોવી જોઈએ. પરંતુ તમારા ક્રાઈમ પાર્ટનર ખોટી દિશામાં જતા હોય તો તેવા લોકોને રોકવાની જવાબદારી આપણી છે. કોઈ ક્રાઈમ પાર્ટનર્સ સિગારેટ પિતું હોય અને ડ્રગનું સેવન કરતું હોય તો તેની જાણકારી પોલીસને આપવી જોઈએ. હ્યુમન રાઇટ્સ અને પોલીસ વચ્ચે ક્યારેક ગેપ રહી જતો હોય છે.