ફાયરની ટીમ કાપડ માર્કેટમાં લાગેલી ભયંકર આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે: હર્ષ સંઘવી

Surat: સુરતના રીંગરોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગને 28 કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે. પણ આગ કાબુમાં આવી નથી. જેને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સુરત કાપડ માર્કેટમાં ભયાનક આગ લાગી છે. સુરત ફાયર બ્રિગેડ ઉપરાંત અન્ય ઇન્ડસ્ટ્રિયલ એરિયાની ફાયર ટીમને કામે લગાવી છે.
મળતી માહિતી અનુસાર ગઈકાલે સુરતની શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. જેને હાલ 28 કલાક થઈ ગયા છે છતાં પણ આગ કાબુમાં આવી રહી નથી. આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે 28 કલાકથી ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી છે. જોકે, છેલ્લા 2 કલાક થી આગ થોડી કાબુમાં આવી છે. આગને સંપૂર્ણ કાબુમાં લાવવામાં માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 24 કલાક બાદ પણ બેકાબૂ
ઉલ્લેખનીય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આજે બુધવારે (26 ફેબ્રુઆરી) વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે 150 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે.