હર્ષ સંઘવીની ચેતવણી – ગેરકાયદેસર રહેતા લોકો નજીકના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જાય, નહીં તો…

સુરતઃ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના સુરત અને અમદાવાદની ટીમે ગતરાત્રે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે, તે અંગે માહિતી આપતી એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીને પડકવાની માહિતી આપી હતી.
અમદાવાદમાંથી 890 તેમજ સુરતમાં થઈ 134 બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા. ગુજરાત પોલીસની આ મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર રીતે ઘુસતા બાંગ્લાદેશી બંગાળથી ઘુસ્યા હતા. ત્યારબાદ ગેરકાયદેસર ડોક્યુમેન્ટ ઉભા કરીને ભારતના અલગ અલગ રાજ્યમાં રહેતા હતા. આમાંથી ઘણા ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા હતા. અગાઉ પકડાયેલા 4 બાંગ્લાદેશી અલકાયદા આતંકી સંગઠન માટે કામ કરતા હતા.
તેમણે કહ્યુ હતુ કે, હું ચેતવણી આપું છું કે જે ગેરકાયદેસર રીતે ગુજરાતમાં રહે છે તે તમામ નજીકના પોલીસ સ્ટેશનના હાજર થઈ જાય. નહીં તો ગુજરાત પોલીસ ન ભૂતો ન ભવિષ્ય જેવી કાર્યવાહી કરશે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર કામગીરી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે રહેતા કોઈ પણ દેશના નાગરિક દેશમાં ન રહેવા જોઈએ. પાકિસ્તાનીઓને પણ પરત મોકલવાની કામગીરી ચાલી રહી છે.
તેઓ વધુમાં કહે છે કે, હું સુરત પોલીસ અને અમદાવાદ પોલીસને અભિનંદન આપું છું. એસીપી-ડીસીપી સહિતના તમામ અધિકારીઓ અને પોલીસ કર્મચારી આખી રાત ખડે પગે રહ્યા હતા. ગૃહમંત્રીએ ઘુસણખોરોને ચેતવણી આપી હતી. આવનારા બે દિવસોમાં તમામ ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશે પોલીસ સ્ટેશનમાં જઈ સરેન્ડર કરે નહીં તો પોલીસ ઘરે ઘરે જઈને પકડશે. આ લોકોને શરણાગત આપનારા પણ સાંભળી લો કે આવી કોઈ પણ પ્રવૃત્તિ કરી તો તેમને પણ ગુજરાત પોલીસ નહીં છોડે.
તેઓ જણાવે છે કે, આ તમામ બાંગ્લાદેશીઓને ફેક ડોક્યુમેન્ટ બનાવી આપનારાઓને પણ પકડવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક બાદ ભારત સરકારે પગલા ઉઠાવ્યા છે. દેશના હિતમાં લેવામાં આવેલો આ મોટો નિર્ણય પાલન બધા રાજ્યોમાં થવું જોઈએ. ભારત સરકારે જે સમય સીમા આપી છે તે સમય સીમાની અંદર ગુજરાત સરકાર આ કામ કરીને બતાવશે. જેટલા બાંગ્લાદેશી પકડવામાં આવ્યા છે તે પોતાના ફેક ડોક્યુમેન્ટ બંગાળથી બનાવતા હતા.