June 29, 2024

હાર્દિક પંડ્યાનું મોટું પરાક્રમ, આઈસીસી રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ

ICC T20 Rankings Hardik Pandya: આઈસીસી તરફથી ટી-20 વર્લ્ડ કપ વચ્ચે નવી રેન્કિંગ જાહેર કરવામાં છે. હાલમાં ન તો ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને ન તો વન-ડે મેચ રમાઈ રહી છે. આવામાં સૌથી વધુ બદલાવ ટી-20 રેન્કિંગમાં જ થઇ રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયાના ઉપ કેપ્ટન અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ રેન્કિંગમાં મોટું પરક્રમ કરી દેખાડ્યું છે. તેણે હાલમાં સૌથી મોટી છલાંગ લગાવતા સફળતા હાંસલ કરી છે.

વાનિંદુ હરસંગા ટી-20 ઓલરાઉન્ડરમાં નબર વન
હાલમાં ટી-20 નંબર એક ઓલરાઉન્ડર શ્રીલંકાનો વાનિંદુ હરસંગા છે. આમ તો શ્રીલંકાની ટીમ ટી-20 વર્લ્ડ કપ 2024થી બહાર થઇ ગઇ છે. પરંતુ તેના પછી પણ વાનિંદુ હરસંગાએ પોતાની ટીમ માટે સારૂ એવું પ્રદર્શન કર્યું છે. આજ કારણ છે કે તે એક સ્થાનની છલાંગ સાથે હવે નંબર એક ઓલરાઉન્ડર બની ગયો છે. ત્યાં જ અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબીને પણ આ વખતે રેન્કિંગમાં ફાયદો થયો છે. તે હવે 214ના રેટિંગની સાથે અને બે સ્થાનની છલાંગ લગાવીને તે બીજા સ્થાન પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: સૂર્યકુમાર યાદવનો તાજ છીનવાયો, જાણો કોણ બન્યું નંબર-1 બેટ્સમેન?

હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડરની રેન્કિંગમાં ત્રીજા સ્થાન પર પહોંચ્યો
ભારતના હાર્દિક પંડ્યાએ કમાલ કર્યો છે. તેણે સીધા ચાર સ્થાનોની છલાંગ લગાવી છે. હાલમાં હાર્દિક પંડ્યાની રેટિંગ 213ની છે અને તે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે. હાર્દિક પાંડ્યાએ ટી-20 વર્લ્ડ કપની મેચોમાં બોલિંગ અને બેટિંગથી વિરોધી ટીમને પસ્ત કરવાનું કામ કર્યું છે. ત્યાં જ જો વાત ઓસ્ટ્રેલિયાના મોટા ખેલાડીઓમાં સામેલ માર્ક સ્ટોયનિસની કરીએ તો તેને ત્રણ સ્થાન નીચે આવવું પડયું છે. તે હવે 211ના રેટિંગ સાથે સીધો ચાર નંબર આવી ગયો છે. ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા હાલમાં પણ 210ના રેટિંગ સાથે નબંર 5 પર યથાવત છે.

શાકિબ અલ હસનને પણ નુકસાન
બાંગ્લાદેશ માટે હાલમાં ટી-20 વિશ્વ કપ રમી રહેલો પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસનને પણ ત્રણ સ્થાન નીચે આવવું પડ્યું છે. તે હવે 206 રેટિંગ સાથે નંબર 6 પર આવી ગયો છે. નેપાળના દિપેન્દ્ર સિંહ પણ એક સ્થાન નીચે આવી ગયો છે. તે નંબર 7 પર પહોંચી ગયો છે. ત્યાં જ જો વાત સાઉથ આફ્રિકાના એડન માર્કરામની કરીએ તો તેને બે સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 187ના રેટિંગ સાથે આંઠમાં નંબર પર આવી ગયો છે. ઈંગ્લેન્ડનો મોઈન અલી 181 રેટિંગ સાથે નવમા અને લિયામ લિવિંગસ્ટોન 181ના રેટિંગ સાથે નવમાં નંબર પર છે.

હજુ પણ બદલાવ થઇ શકે છે
આ દરમિયાન હાલમાં ટી20 વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. હાલમાં આ ટૂર્નામેન્ટની ત્રણ મેચો બાકી છે. પહેલી બે સેમીફાઈનલ મેચ રમાશે અને તેના પછી આવશે ફાઈનલ. એટલે કે જે ખેલાડીઓની ટીમો હજુ રમશે. તેમની પાસે પોતાનું રેટિંગ સુધારવાનો સમય છે. જેમાં હાર્દિક પંડ્યા પણ સામેલ છે.