July 4, 2024

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓને મળી કડક સજા

IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા સતત મુશ્કેલીમાં જોવા મળી રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે ગઈ કાલે લખનૌ સુપરજાયન્ટ્સ સામે સમયસર પોતાની ઓવર પૂરી કરી ન હતી. જેના કારણે કેપ્ટન હાર્દિક પંડ્યાને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આખી ટીમને ભોગવવાનો વારો આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સનું લખનૌ સામે ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. જોકે આ વખતની આઈપીએલ 2024માં હાર્દિકનું પ્રદર્શનની સાથે ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે.

આચાર સંહિતાનું ઉલ્લંઘન
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને આઈપીએલની આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. જે બાદ તેને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ભૂલને કારણે હાર્દિક સહિત ટીમના દરેક ખેલાડીને ભોગવવાનો વારો આવ્યો હતો. કારણ જાણે એમ હતું કે મુંબઈ ઈન્ડિયન્સે મંગળવારે લખનૌ સુપરજાયન્ટ્સ સામે તેમની આખી ઓવર સમયસર ફેંકી ન હતી. બીજી વખત એવું બન્યું કે મુંબઈ ઈન્ડિયન્સ ધીમી ઓવર રેટ માટે દોષી સાબિત થઈ હતી.

આ પણ વાંચો: LSG vs MI: મયંક યાદવની ઈજા કેટલી ગંભીર?

મેચ ફીની ખોટ
ઈમ્પેક્ટ પ્લેયર સહિત મુંબઈ ઈન્ડિયન્સના અન્ય ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. ઈમ્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ 11ના બાકીના સભ્યોને વ્યક્તિગત રીતે 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકા જેટલો ઓછો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે હજૂ મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સને 10 મેચમાં સાતમી વખત હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ચાર વિકેટે મેચ જીતી
તમને જણાવી દઈએ કે લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરી હતી. 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. લખનૌ સુપરજાયન્ટ્સે 4 બોલ બાકી રહેતા ચાર વિકેટે મેચ જીતી લીધી હતી. આ જીત સાથે લખનૌ સુપરજાયન્ટ્સ IPL 2024ના પોઈન્ટ ટેબલમાં 3 સ્થાને પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 9મા સ્થાને છે.