November 23, 2024

હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…

Hardik Pandya Birthday: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા આઈપીએલ 2024થી ચર્ચામાં આવ્યો છે. હાર્દિકનો જન્મ ગુજરાતમાં આવેલા સુરતમાં થયો છે. તેની ઉંમર 31 વર્ષની છે. તેણે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3,800 થી વધુ રન બનાવ્યા છે. હાર્દિકે 188 વિકેટ લીધી છે. તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા પગાર મળે છે. આની સાથે ઘણી એવી જાહેરાત મળે છે તેમાં તે સારી એવી કમાણી કરી લે છે. પરંતુ તેની સાથે તેના પરિવારને ખૂબ સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હતું.આવો જાણીએ કે હાર્દિકની આ સફળ સફર પાછળની સંઘર્ષની કહાની.

200 રૂપિયામાં ક્રિકેટ રમતા હતા
એક સમય એવો હાર્દિકના જીવનમાં આવ્યો કે તેના પિતાનો બિઝનેસ કંઈ ખાસ ચાલી રહ્યા ના હતા. જેના કારણે ઘરમાં તંગી આવવા લાગી હતી. વડોદરાથી સુરત શિફ્ટ થયા હતા. તેનું કારણ એ હતું કે હાર્દિક અને કૃણાલ પંડ્યાની ક્રિકેટની તાલીમ હતી. આ સમયે હાર્દિકના પરિવારની સ્થિતિ ખૂબ ખરાબ જોવા મળી રહી હતી. હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યા પાસે ક્રિકેટ કીટ ખરીદવા માટે પૈસા ન હતા. જેના કારણે બંને ભાઈઓ સ્થાનિક ટૂર્નામેન્ટમાં 200 રૂપિયામાં રમતા હતા. જેના કારણે તેઓ પોતાની ક્રિકેટ કીટની ખરીદી કરી શકે.

આ પણ વાંચો: IPL 2025માં રોહિત શર્મા પર કરોડોનો વરસાદ થશે?

હાર્દિકનું આજે વૈભવી જીવન
હાર્દિક પંડ્યાની કુલ સંપત્તિ 94 કરોડની આસપાસ હોવાનું કહેવામાં આવે છે. હાર્દિકને મોંઘી ઘડિયાળ પહેરવાનો શોખ છે. તે જે અલગ અલગ પ્રકારની ઘડિયાળો પહેરે છે તેની કિંમત કરોડોમાં હોય છે. તેની પાસે સે લક્ઝરી કાર પણ છે. તેની પાસે ટોપ-ક્લાસ કારનું કલેક્શન છે. જેની કિંમત 3.5 કરોડ અને 4 કરોડની આસપાસ છે. આ વૈભવી જીવન માટે તેને ઘણી મહેનત કરી છે. આજે તે રંગ લાવી છે અને તે પોતાનું જીવન વૈભવશાળી રીતે જીવી રહ્યો છે.