June 30, 2024

BCCIએ પ્રેક્ટિસ સેશનનો વીડિયો કર્યો શેર, Hardik Pandya મળ્યો જોવા

T20 WC 2024: વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમના ખેલાડીઓના પ્રેક્ટિસ સેશનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તમામ ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. T20 વર્લ્ડ કપ 2024ને લઈને તમામ ટીમો યુએસએ પહોંચી ગઈ છે. ભારતીય ટીમે ન્યૂયોર્ક પહોંચ્યા બાદ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વીડિયોમાં હાર્દિક પંડ્યા પણ જોવા મળી રહ્યો છે.

BCCIએ વીડિયો કર્યો શેર
BCCIએ T20 વર્લ્ડ કપ 2024 પહેલા પ્રેક્ટિસ સેશનનો વીડિયો શેર કર્યો હતો. જેમાં જોવા મળી રહ્યું છે ભારતીય ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ખેલાડીઓ જોગિંગ કરી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં હાર્દિક પણ જોવા મળી રહ્યો છે. હાર્દિકનું કહેવું છે કે તેને ટીમ સાથે જોડાઈને ખુબ સારૂ લાગી રહ્યું છે. આ સમયે સૂર્યકુમાર યાદવ અને રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે ન્યૂયોર્કમાં પ્રથમ વખત ક્રિકેટ રમવું ખૂબ જ સારું રહ્યું હતું. આશા છે કે અમે અહીં સારી રમત બતાવીશું.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલની પોસ્ટ પર સૂર્યકુમાર યાદવે કરી રમૂજી કોમેન્ટ

બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ
ભારતીય ટીમે 1 જૂને બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ રમવાની છે. આ વખતે ભારતીય ટીમ માત્ર એક જ વોર્મ અપ મેચ રમશે. T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતીય ટીમની વાત કરવામાં આવે તો , હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા (કેપ્ટન) સંજુ સેમસન, ઋષભ પંત, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બ્રહ્મસહ મોહમ્મદ સિરાજ. અનામત ખલીલ અહેમદ, : શુભમન ગિલ, રિંકુ સિંહ, અવેશ ખાન.