આ તેલ વાળમાં લગાવો, વાળ થશે લાંબા અને જાડા
Hair Oil For Growth: આજના સમયમાં મોટા ભાગના લોકોને વાળને લગતી સમસ્યા હોય જ છે. માર્કેટમાં ઘણા બધા પ્રકારના હેર ઓઈલ મળે છે. પરંતુ આપણને ખબર હોતી નથી કે આપણા માટે બેસ્ટ હેર ઓઈલ કયું છે. આવો જાણીએ.
આ તેલ વાળ માટે ફાયદાકારક
તલનું તેલ
તલના તેલમાં વિટામિન ઈ ભરપૂર હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તલનું તેલ તમારા વાળનો ગ્રોથ વધારે છે. તેલમાં કોપર, આયર્ન, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા ખનિજો મળી આવે છે. જે વાળને પોષણ આપવામાં મદદ કરે છે. તેલને ગરમ કરો અને તેને લગાવો. અઠવાડિયામાં એક કે બે વાર ઉપયોગ કરી શકો છો.
બદામનું તેલ
બદામના તેલમાં પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ અને વિટામિન ઇ ભરપૂર હોય છે. જે તમારા વાળ માટે બેસ્ટ છે. જો તમારા વાળ બહુ જ ખરે છે તો તમારા માટે આ તેલ બેસ્ટ છે. તમારા વાળ જાડા અને મજબૂત બની જશે.
આ પણ વાંચો: કુંભમેળામાં જતા હોવ તો પ્રયાગરાજના સ્ટ્રીટ ફૂડ ખાસ ટેસ્ટ કરજો, સ્વાદ દાઢમાં રહી જશે
નાળિયેર તેલ
નાળિયેર તેલ સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. અઠવાડિયામાં એક કે બે વાર તેલ લગાવો. વાળ ધોતા પહેલા તેને લગાવો. આવું કરવાથી તમારા વાળ સિલ્કી રહેશે. 20-30 મિનિટ માટે છોડી દો અને પછી વાળ ધોઈ લો.