January 5, 2025

વાળ ખરવાની સમસ્યા હોય તો લીમડાના પાનમાંથી બનાવો આ હેર માસ્ક

Hair Mask: મોટા ભાગના લોકોને આજે વાળને લગતી સમસ્યા હોય છે. તેના માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રોડક્ટ યુઝ કરતા હોય છે. પરંતુ એમ છતાં વાળમાં કોઈ ફેરફાર પડતો નથી. ત્યારે અમે તમારા માટે ઘરે જ બની જાય તે હેર માસ્ક લઈને આવ્યા છીએ. આ માસ્કથી તમને ચોક્કસ વાળમાં ચેન્જ દેખાશે. આવો જાણીએ કે આ માસ્ક કેવી રીતે બનાવશો.

આ પણ વાંચો: ગિલ સહિત 4 ક્રિકેટરના નામ ખુલ્યા ગુજરાતના Bz Group Scam કેસમાં, કરિયર જોખમમાં

લીમડાના પાનમાંથી બનાવો હેર માસ્ક
અમે જે માસ્કની વાત કરીએ છીએ તે માસ્ક લીમડાના પાનમાંથી બનશે. જેના માટે તમારા 10 થી 12 લીમડાના પાંદડાની જરૂર પડશે. હવે તમારે તેને સારી રીતે પીસી લેવાના રહેશે. લીમડાના પાનની પેસ્ટ મિક્સ કરી દો. આ પેસ્ટમાં તમારે નારિયેળનું તેલ મિક્સ કરી દો. જેને સારી રીતે તમારા વાળમાં લગાવો. તમારે સારું પરિણામ જોતું હોય તો તમારે વાળમાં અઠવાડિયામાં 3 વાર લગાવવાનું રહેશે. 30 મિનિટ સુધી રાખો અને વાળને બાદમાં ધોઈ લો. લીમડાના પાનમાંથી બનેલું માસ્ક તમારા વાળ હેર માટે ખૂબ ફાયદાકારક છે. વાળ ખરવાની સમસ્યાને તમે ઘણી સારી રીતે દૂર કરી શકો છો.