June 30, 2024

લાઈવ મેચમાં Gulbadin Naibએ કર્યું એવું કે બની ગયો મજાક

Afghanistan Cricket Team: અફઘાનિસ્તાનની ટીમે બાંગ્લાદેશને હરાવીને T20 વર્લ્ડ કપ 2024ની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. આ મેચ દરમિયાન બાંગ્લાદેશના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું, રાશિદ ખાન અને નવીન ઉલ હકે ચાર-ચાર વિકેટ લીધી હતી. ડકવર્થ લુઈસ નિયમના કારણે બાંગ્લાદેશને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બાંગ્લાદેશને જીતવા માટે 114 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે આ મેચ દરમિયાન અફઘાનિસ્તાનના ગુલબદ્દીન નાયબે એવું કર્યું કે જનતા મજાક બનાવી રહી છે.

ગુલબદ્દીન મેદાનમાં
અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં સતત વરસાદ આવી રહ્યો હતો. ફઘાનિસ્તાનનો નૂર અહેમદ 12મી ઓવરમાં બોલિંગ કરી રહ્યા હતા. આ સમયે ત્રીજા અને ચોથા બોલની વચ્ચે અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચે સંકેત આપ્યો હતો. જેમાં જોનાથન ટ્રોટે ખેલાડીઓને વરસાદનો સંકેત આપ્યો હતો. જાણે તે રમત ધીમી કરવાનું કહી રહ્યો હતો. આ પછી ફિલ્ડિંગ કરી રહેલા ગુલબદ્દીન નાયબ નીચેનો પગ પકડીને જમીન પર પડી ગયો હતો. જોતા એવું લાગી રહ્યું હતું કે તેને અસહ્ય પીડા થઈ રહી છે. ગુલબદ્દીન મેદાનમાંથી જેવા બહાર નીકળ્યો તેની સાથે જ મેદાનમાં વરસાદ થયો. વરસાદને કારણે મેચ એક ઓવરથી ઓછી થઈ ગઈ હતી. જોકે ગુલબદ્દીન મેદાન મેદાનમાંથી બહાર જતી વખતે ખુશ જોવા મળી રહ્યા ના હતા.

આ પણ વાંચો: આજે ઓસ્ટ્રેલિયા માટે અસ્તિત્વની તો ભારત માટે બદલાની ‘લડાઈ’

મેદાન પર પાછો ફર્યો
ગુલબદ્દીન નાયબ 13મી ઓવરમાં મેદાન પર પાછો ફર્યો હતો. તેણે 15મી ઓવર પણ ફેંકી હતી. જોકે તેની ઈજાને કારણે સવાલ થઈ રહ્યા છે. લોકો ગુલબદ્દીનના મીમ્સ બનાવીને શેર કરી રહ્યા છે. ગુલબદ્દીનના હાલ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે ગુલબદીને માત્ર ઈજાનું બહાનું બનાવ્યું અને સમય બગાડ્યો છે. . ESPNcricinfoના રિપોર્ટમાં આપેલી માહિતી પ્રમાણે જો કોઈ ટીમ બેટિંગ અથવા બોલિંગમાં સમય બગાડે છે, તો તે સજાપાત્ર ગુનો છે.