23 માર્ચે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાશે, OMR પદ્ધતિથી પરિક્ષાનું આયોજન

અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ગુજકેટની 23 માર્ચે પરીક્ષા યોજાશે. એન્જિનિયરિંગ ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. 23 માર્ચના રોજ સવારે 10થી સાંજના 4 વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. ફિઝિક્સ બાયોલોજી કેમેસ્ટ્રી અને મેથ્સની પરીક્ષા યોજાશે. આ પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવનાર છે.
ગુજકેટ 2025ની પરીક્ષાની તારીખ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અનુસાર ધો.12 સાયન્સ બાદ એન્જિનીયરીંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ-2017થી કોમન એન્ટરન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ-2025 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનીયરીંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાનપ્રવાહના ગૃપ.એ. ગૃપ-બી અને ગૂપ.એ.બી ના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા તા.23/03/2025ને રવિવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોજવામાં આવશે.